નવી દિલ્હીઃ ભારતે મંગળવારે 7 સપ્ટેમ્બરે  COVID-19 બીમારી વિરુદ્ધ દેશની વસ્તીને રસી લગાવવાની પોતાની યાત્રામાં વધુ એક કીર્તિમાન હાસિલ કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી 70 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યું છે. મંત્રીએ કહ્યું કે, તેમાંથી 10 કરોડથી વધુ ડોઝ માત્ર 13 દિવસમાં આપવામાં આવ્યા છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતુ કે ભારત દરરોજ રેકોર્ડ 1.25 કરોડ વેક્સિનના ડોઝ લગાવી રહ્યુ છે. પીએમ મોદીએ જણાવ્યું હતુ કે આ આંકડો એક સાથે ઘણા દેશોની જનસંખ્યાથી વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર જાણકારી આપતા ભારતના રસીકરણ કાર્યક્રમની પ્રગતિનું એક ગ્રાફિક શેર કર્યુ છે. તેમાં જણાવવામાં આવ્યું કે, 'દેશમાં જાન્યુઆરી મહિનામાં રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદ પ્રથમ 10 કરોડ લોકોને રસી લગાવવામાં 85 દિવસ લાગ્યા. વેક્સિનના આગામી 10 કરોડ ડોઝ આપવા માટે 45 દિવસ લાગ્યા, 29 દિવસમાં 20-30 કરોડ, 24 દિવસમાં 30-40 કરોડ, 20 દિવસમાં 40-50 કરોડ, 50-60 કરોડ ડોઝ આપવામાં 19 દિવસ લાગ્યા હતા. માત્ર 13 દિવસમાં સૌથી ઝડપી 60-70 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે.'


ધોરણ-10ની એક વિદ્યાર્થિનીએ ઘરમાંથી 75 તોલા સોનાની ચોરી કરી મિત્રોને ગિફ્ટમાં આપી દીધું


ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી સ્વાસ્થ્યકર્મીઓને રસી આપવાની સાથે પોતાના COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી. રસીકરણ અભિયાનનો ધીમે-ધીમે વિસ્તાર કરવામાં આવ્યો. પછી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો અને અંતમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અભિયાન દરમિયાન ઘણીવાર દેશમાં વેક્સિનના ડોઝની કમી જોવા મળી પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી સ્થિતિમાં ખુબ સુધાર થયો છે અને દેશે એક દિવસમાં એક કરોડથી વધુ ડોઝ આપવાનું લક્ષ્ય પાર કરી લીધું છે. 


ભારત કોવિશીલ્ડ, સ્વદેશી રૂપથી વિકસિત કોવૈક્સિન અને સ્પુતનિક વી રસીનો ઉપયોગ કરી રહ્યું છે. જોનસન એન્ડ જોનસનની સિંગલ શોટ વેક્સિનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેના ડોઝ ઉપલબ્ધ થયા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube