નવી દિલ્હી: નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોવલ (NSA Ajit Doval)એ ઋષિકેશથી ભારત સાથે દુશ્મની રાખનારને કડક સંદેશ આપ્યો છે. ડોવલે કહ્યું કે 'ઇતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારેય કોઇની ઉપર હુમલો કર્યો નથી,' પરંતુ એ નક્કી છે કે જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનએસએએ કહ્યું કે ભારત એક 'સભ્ય' દેશ છે, જેનું વજૂદ અનાદિકાળથી છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ભારત, ભલે 1947માં અસિત્વમાં આવ્યું હોય પરંતુ પ્રાચીન ભારતીય જ્ઞાન-વિજ્ઞાનની દુનિયા કાયલ રહી છે. 


ધર્મ અને ભાષાથી પરે ભારત
NSA એ એ પણ કહ્યું કે આપણો દેશ એટલો મહાન છે કે ભારત પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને સભ્યતાના કારણે કોઇ ધર્મ અથવા ભાષાના દાયરામાં બંધાયેલો નથી. પરંતુ આ ધરતીથી વસુધૈવ કુટુંબકમ અને દરેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ છે ના ભાવનો પ્રચાર પ્રસાર થયો. 


સંતોએ કર્યું રાષ્ટ્ર નિર્માણ
સુરક્ષા સલાહકારના અનુસાર ભારતની એક દેશ તરીકે ઑળખ મજબૂત કરવા અને તેને સંસ્કારી બનાવવામાં અહીંના સંત અને મહાત્માઓનું મોટું યોગદાન રહ્યું. આ સંતોએ પોત-પોતાના કાળમાં ભારતનું રાષ્ટ્ર નિર્માણ કરવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.


'આપણી હસ્તી મટતી નથી'
ડોવલે ઉદાહરણ આપ્યું કે યદૂદી સભ્યત બે હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી પરંતુ દુનિયાના પહેલાં યદૂદી દેશનું નિર્માણ 1947માં થયું. તો બીજી તરફ ઇજિપ્ટ જેવી સમૃદ્ધ સભ્યતાનું અસ્તિત્વ મટી ગયું. 


તેમણે અહીં હાજર તમામ લોકોને દુનિયામાં ભારતની આધ્યાત્મિકતાના સંદેશનો પ્રસાર કરવા માટે પણ કહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે એનએસએ પદ સંભાળ્યા પછી ડોભાલની પોતાના ગામની આ ત્રીજી મુલાકાત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube