નવી દિલ્હી : વીઝા સ્કેમમાં સંડોવાયેલા હોવાનાં આરોપમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ બાદ જ્યાં વિદેશી મંત્રાલયે તેમનો સંપર્ક કરવાનાં પ્રયાસમાં લાગેલું છે, બીજી તરફ ભારતે તે મુદ્દે અમેરિકા સામે વિરોધ નોંધાવ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવાની ફિકર કરતા ભારતે નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસને શનિવારે ડિમાર્શ ઇશ્યું કર્યું. ભારતે પકડેલા વિદ્યાર્થીઓ સુધી રાજદ્વારી પહોંચની માંગ પણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડિમાર્શ કૂટનીતિક રીતે પોતાનો પક્ષ મુકવા અથવા વિરોધ કરાવવાની એક પદ્ધતી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત પરિસ્થિતી પર નજીકથી ધ્યાન રાખી રહ્યું છે, અને તેના ઉકેલ માટે પગલા ઉઠાવી રહ્યું છે. આ વિદ્યાર્થીઓને અમેરિકામાં એક નકલી યુનિવર્સિટીમાં એડમીશન લેવા અંગે 130 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.  આવન જાવન અને સીમા શુલ્ક વિભાગનાં અધિકારીઓએ બુધવારે આ ધરપકડ કરી છે. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમારી ચિંતાઓ વિદ્યાર્થીઓની ગરીમા અને તેમની તબિયત મુદ્દે છે. પકડાયેલા વિદ્યાર્થીઓ સુધી ભારતીય અધિકારીઓએ તુરંત જ રાજદ્વારી પહોંચ જરૂરી છે. મંત્રાલયે અમેરિકી દૂતાવાસે કહ્યું કે, એવું શક્ય છે કે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ઠગવામાં આવ્યા હોય, એટલા માટે તેમની સાથે એવું વર્તન ન થવું જોઇએ જેવું તેમની સાથે ઠગી કરનારા લોકો સાથે કરવામાં આવવું જોઇએ.

મંત્રાલયે કહ્યું કે, અમે અમેરિકાને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓને તમામ વિવરણ વહેંચ્યું અને ઝડપથી તેમને બંદીગૃહ છોડવામાં આવે અને તેમની મરજી વગર તેમનું નિર્વાસન ન કરવામાં આવે. તેમણે કહ્યું કે, ભારતીય મિશન અને વાણીજ્ય દૂતાવાસનાં અધિકારીઓએ પકડાયેલા વિદ્યાર્થીઓને રાજદ્વારી સહાય પુરી પાડવા માટે અલગ અલગ બંદીગૃહની મુલાકાત પણ લીધી હતી. 

મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી અમારા અધિકારીઓ આશરે 30 ભારતીય વિદ્યાર્થીઓના સંપર્ક કરી શક્યા છીએ. બાકીનાં ભારતીય વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું કે, પકડાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સહાયતા અથવા પુછપછ માટે વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસમાં 24/7 હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર +1-202-322-1190 અને +1-202-340-2590 છે તથા ઇમેઇલ એડ્રેસ  cons3.washington@mea.gov.in છે.