બે દિવસીય ભારતના પ્રવાસે આવશે જાપાનના પ્રધાનમંત્રી, પીએમ મોદી સાથે થશે પ્રથમ મુલાકાત
જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા બે દિવસીય પ્રવાસ પર ભારત આવશે. ભારત-જાપાન સમિટમાં ભાગ લેવા માટે તેઓ દિલ્હી આવશે.
નવી દિલ્હીઃ જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા બે દિવસીય ભારતના પ્રવાસ પર આવશે. તેઓ 19 અને 20 માર્ચે દિલ્હીમાં હશે. અહીં તે ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે. ભારતીય વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે, ભારત-જાપાન શિખર સંમેલન 19 માર્ચે થશે. પ્રધાનમંત્રી મોદીના નિમંત્રણ પર જાપાનના પીએમ ફુમિયો કિશિદા 14માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે 19-20 માર્ચે નવી દિલ્હીની સત્તાવાર યાત્રા કરશે. આ બંને નેતાઓની પ્રથમ મુલાકાત હશે.
દિલ્હીમાં કોર્પોરેશન ચૂંટણી ટળવાથી આમ આદમી પાર્ટી નારાજ, સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ આવશે
જાપાનના પીએમ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ભારત આવશે. તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનમાં સામેલ થશે. અરિંદમ બાગચીએ કહ્યુ કે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન 21 માર્ચે બીજુ ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ શિખર સંમેલન કરશે. બંને દેશો વચ્ચે પ્રથમ શિખર સંમેલન 4 જૂન 2020ના થયું હતું. આ વર્ચ્યુઅલી હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube