નવી દિલ્હીઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના રિપોર્ટ અનુસાર ભારતે એક મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. વર્લ્ડ ટ્રાવેલ અને ટૂરિઝમ કોમ્પિટિટિવ ઈન્ડેક્સમાં ભારત 6 સ્થાનનો કૂદકો મારીને 34મા સ્થાને પહોંચ્યું છે. આ રિપોર્ટ અનુસાર, 2017ના ટોપ 25 ટકા દેશોની સરખામણીમાં ભારતે સૌથી સારું પ્રદર્શન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ ટ્રાવેલ અને ટૂરિઝમ કોમ્પિટિટવનેસ ઈન્ડેક્સમાં ભારત 40મા સ્થાનથી 34મા સ્થાને પહોંચ્યું છે. દક્ષિણ એશિયામાં ટ્રાવેલ અને ટૂરિઝમ ક્ષેત્રે મોટી ભૂમિકા ધરાવતા ભારતે વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કર્યું છે. 


[[{"fid":"231584","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રિપોર્ટ અનુસાર વધુ આવક ધરાવતા અર્થતંત્ર ન હોવા છતાં ચીન, મેક્સિકો, મલેશિયા અને ભારતે ટોપ-35માં સ્થાન મેળવ્યું છે. આ દેશોએ પારંપરિક સંસાધનો અને મજબૂત મૂલ્ય સ્પર્ધાત્મક્તાના કારણે આ સ્થાન હાંસલ કર્યું છે. 


વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કોમ્પિટિટિવનેસ ઈન્ડેક્સમાં વર્ષ 2015માં ભારતનું સ્થાન 52મું હતું, જે 2017માં 40મા સ્થાને પહોંચ્યું હતું અને હવે 2019માં 34માં સ્થાને પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષથી નરેન્દ્ર મોદી સરકાર પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે અને પ્રવાસન સ્થળોનો વિકાસ કરીને વિદેશી પ્રવાસીઓની સુરક્ષા માટે પણ વિશેષ પગલાં લેવાયાં છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....