નવી દિલ્હી: આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજનારી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રાજકીય હાલાત કેવા છે, કઈ વિપક્ષી પાર્ટીઓ ચૂંટણીમાં એકજૂથ થઈને ભાજપને પડકાર ફેંકી શકે તેમ છે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે શું સંભાવનાઓ છે, જો યુપીમાં સપા-બસપા અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડે તો ભાજપનું કેટલું નુકસાન કરી શકશે વગેરે તમામ સવાલોના જવાબ જાણવા માંગતા હોવ તો બુધવારે ઝી ન્યૂઝ સાથે રહો. કારણ કે અહીં આજે  'INDIA का DNA 2019 कॉन्क्लेव' કાર્યક્રમ થવાનો છે. આ કાર્યક્રમોમાં રાજકીય જગતના જાણીતા અને ચર્ચિત ચહેરા આવશે અને પોતાની વાત રજુ કરશે. ઝી ન્યૂઝ મહત્વના સવાલો નેતાઓને પૂછશે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હશે. આ ઉપરાંત સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કિરણ રિજિજૂ, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રકાશ જાવડેકર, રાજ બબ્બર જેવા રાજકીય ચહેરાઓ જણાવશે કે હાલના સમયમાં દેશ શું વિચારી રહ્યો છે.






અત્રે જણાવવાનું કે ઝી ન્યૂઝ હંમશા જનતા સંબંધિત સવાલો પોતાના મંચ પરથી ઉઠાવતું રહ્યું છે.  'INDIA का DNA 2019 कॉन्क्लेव' કાર્યક્રમમાં અમે એકવાર ફરીથી જનતાના સવાલ રાજનેતાઓ અને નીતિ નિર્માતાઓને સીધા પૂછીશું.