નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચુંટણી 2020 (Delhi Assembly election 2020) પહેલાં ઝી ન્યૂઝ કોન્કલેવ 'ઇન્ડીયા કા DNA' માં ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે લોકોએ રામ મંદિર પર ચૂકાદાની વર્ષો સુધી રાહ જોઇ, સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ રાખ્યો. તેમણે રામ મંદિર ટ્રસ્ટને જાહેરાત પર કહ્યું કે આ આસ્થાનો વિષય છે રાજકારણ નહી. અમે ટુકડે ટુકડે ગેંગવાળા નથી. ખૂણે ખૂણે સીએએ કાનૂન લાગૂ થશે. આ નરેન્દ્ર મોદીની સરકાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએએ વિરૂદ્ધ શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનને લઇને ભાટીયાએ કહ્યું કે ત્યાં પ્રદર્શનકારી 700 રૂપિયાની બિરયાની ખાઇ રહ્યા છે. આમ આદમી પાર્ટી પોતાના ગુંડા મોકલીને ત્યાં ગોળીઓ વરસાવી રહી છે, જેથી ત્યાં રાજકારણ ન થાય. 


તેમણે કહ્યું કે શાહીન બાગમાં જિન્નાવાળી આઝાદીના નારા લાગ્યા. સૌથી મોટો ડરપોક તે નથી જે જિન્નાવાળી આઝાદીના નારા લગાવે અને પૂછવામાં આવે તો કહે કે તે જીવવાવાળી આઝાદી હતી. પોસ્ટર બતાવ્યા ફ્રી કાશ્મીરના અને કહી રહ્યા છે કે અમે તો ઇન્ટરનેટ માંગી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube