નવી દિલ્હી : 2019ની લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWSના મંચ પર રાજનીતિના મહાસંવાદ 'ઇન્ડિયાનો DNA' માં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, રાહુલ ગાંધી સમગ્ર દેશને એપ્રીલ ફુલ બનાવી રહ્યા છે. ખાસ કરીને દેવા માફીના નામે તેમણે મધ્યપ્રદેશનાં ખેડૂતોને ગુમરાહ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડિયાનો DNA', હું તો ઇચ્છું છું કે રાતો-રાત રામ મંદિરનું નિર્માણ થઇ જાય

શિવરાજે કહ્યું કે, કોંગ્રેસની સરકાર લંગડી છે. ખબર નહી ક્યારે પડી ભાંગે. શિવરાજે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીની આદત છે ખોટુ બોલવાની. ગરીબી પર સર્જીકલ સ્ટ્રાઇક કરે છે. 50-60 વર્ષ સુધી તમે દેશ પર રાજ કર્યું પરંતુ ગરીબી નથી હટી. હવે દેશની જનતાને ગરીબી હટાવવાની લોલીપોપ પકડાવી રહ્યા છે. પરંતુ દેશનાં લોકો હવે સમજદાર બની ગયા છે. તેઓ તમારા ખોટા વચનોમાં નહી આવે. 
'ઇન્ડિયાનો DNA', અમેઠીમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ જાણે છે કે રાહુલ ગાંધી હારી રહ્યા છે

23 મેએ વડાપ્રધાન મોદી વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે.
શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ચોકીદાર હવે માત્ર વડાપ્રધાન મોદી જ નથી, દેશનો દરેક વ્યક્તિ છે. સુરજ હંમેશા પુર્વમાંથી જ ઉગે છે તે જ પ્રકારે 23મેનાં રોજ મોદી સરકાર બનવશે તે પણ નક્કી જ છે. મધ્યપ્રદેશમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતી ખરાબ છે. મધ્યપ્રદેશનાં લોકો ગભરાયેલા છે. જો કે તેમણે ગભરાવાની જરૂર નથી. કારણ કે ટાઇગર હજી પણ જીવે છે. એમપીમાં થનારા અત્યાચાર વિરુદ્ધ તેમના મામા લડતા રહેશે.