પરમાણુ હથિયારોની રેસમાં ભારતે પાકિસ્તાનને પાછળ છોડ્યું, જાણો કોની પાસે કેટલા પરમાણું બોમ્બ
ભારતીય વાયુસેનાના રાફેલ યુદ્ધ વિમાને પાકિસ્તાનને શક્તિના મામલામાં ખુબ પાછળ છોડી દીધું છે. રાફેલ એક 4++ જનરેશનનું યુદ્ધક વિમાન છે, જેમાં ભારતની જરૂરીયાત પ્રમાણે મોડિફાય કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાન ભારતથી તમામ ક્ષેત્રમાં પાછળ છે.. અર્થવ્યવસ્થા હોય, લોકોના જીવન જીવવાની શૈલી હોય કે પછી આર્મીની સંખ્યા હોય.. જોકે, અત્યાર સુધી પાકિસ્તાન પાસે ભારત કરતા પરમાણુ હથિયારોની સંખ્યા વધારે હતી.. પરંતુ, હવે આ ક્ષેત્રમાં પણ ભારત પાકિસ્તાનથી આગળ નીકળી ગયું.. જી હાં, આ વર્ષે ભારતના પરમાણુ બોમ્બની સંખ્યામાં અધધ વધારો થયો છે.. થિંક ટેન્ક SIPRIના રિપોર્ટમાં આ મોટો ખુલાસો થયો છે.. જુઓ આ રિપોર્ટ..
ભારતે પરમાણુ હથિયારોના મામલે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે.. સ્વીડિશ થિંક ટેન્ક SIPRIના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ભારતના પરમાણુ હથિયારોની સંખ્યા વધીને 172 થઈ ગઈ છે.. જ્યારે પાકિસ્તાન પાસે 170 વોરહેડ્સ છે. ભારત નવા લાંબા અંતરના સ્ટ્રાઈક હથિયારો ચીનના ઘણા ભાગોને નિશાન બનાવવામાં સક્ષમ છે..
SIPRI અનુસાર ગયા વર્ષ સુધી ભારત પાસે માત્ર 164 પરમાણુ હથિયારો હતા.. તે જ સમયે અમેરિકા અને રશિયા સહિત 9 દેશોએ છેલ્લા એક વર્ષમાં તેમના પરમાણુ હથિયારોના શસ્ત્રાગારને આધુનિક બનાવવા પર કામ કર્યું છે.. આ દેશોએ ઘણા નવા પરમાણુ સક્ષમ શસ્ત્રો પણ તૈનાત કર્યા છે..
છેલ્લા એક વર્ષમાં ચીનના પરમાણુ હથિયારો 410થી વધીને 500 થઈ ગયા છે. આવનારા સમયમાં આ સંખ્યા વધુ વધે તેવી શક્યતા છે..આ સિવાય હાલમાં સમગ્ર વિશ્વમાં 3904 પરમાણુ હથિયારો મિસાઇલો અથવા એરક્રાફ્ટમાં તૈનાત છે. જેમાંથી 2100ને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ હથિયારો મોટાભાગે અમેરિકા અને રશિયાના છે. વિશ્વમાં પરમાણુ હથિયારોની સંખ્યા હવે 12 હજાર 121 પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચોઃ Mumbai ના વસઈમાં હૃદયદ્રાવક ઘટના, સનકી પ્રેમીએ પૂર્વ પ્રેમીકાની કરી જાહેરમાં હત્યા
મળતી માહિતી પ્રમાણે પ્રથમ વખત ચીને પણ તેના કેટલાક પરમાણુ હથિયારોને પણ હાઈ ઓપરેશનલ એલર્ટ પર રાખ્યા છે.. વિશ્વના દેશો પાસે રહેલા પરમાણું હથિયારની સંખ્યાની વાત કરીએ તો,,
રિપોર્ટ અનુસાર રશિયા પાસે સૌથી વધુ 5580 પરમાણુ હથિયાર છે..
જ્યારે અમેરિકા પાસે 5044 પરમાણુ હથિયાર છે..
ચીન પાસે 500 પરમાણુ હથિયાર છે..
ફ્રાન્સ પાસે 290 પરમાણુ હથિયાર છે..
બ્રિટન પાસે 225 પરમાણુ હથિયાર છે..
જ્યારે ભારત પાસે 172 પરમાણુ હથિયાર છે..
પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયાર છે..
જ્યારે ઈઝરાયલ પાસ 90 પરમાણુ હથિયાર છે..
આ સિવાય ઉત્તર કોરિયા પાસે 50 પરમાણુ હથિયાર છે..
રિપોર્ટ અનુસાર ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા પણ તેમની બેલેસ્ટિક મિસાઇલો પર પરમાણુ હથિયારો તૈનાત કરવાની તૈયારી કરી રહ્યા છે. SIPRI એ અહેવાલ આપ્યો છે કે વિશ્વના 90% પરમાણુ હથિયારો રશિયા અને અમેરિકા પાસે છે. જો કે ગત વર્ષની સરખામણીમાં વધારે વધારો થયો નથી.
SIPRIનું કહેવું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી પરમાણુ હથિયારો વિશે માહિતી આપવામાં પારદર્શિતા ઘટી છે.. UNSC સભ્ય દેશોએ 2021માં પરમાણુ શસ્ત્રો ઘટાડવાનું વચન આપ્યું હતું.. તેમણે કહ્યું- પરમાણુ યુદ્ધ ક્યારેય જીતી શકાતું નથી.. આ શસ્ત્રોનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ જ્યારે તેઓ હવે હાઈ-એલર્ટ પર છે..
રશિયા અને અમેરિકાએ ન્યુ સ્ટાર્ટ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા, જેથી પરમાણુ હથિયારોની રેસનો અંત આવે.. જે યુક્રેન યુદ્ધના એક વર્ષ પૂર્ણ થવા પર રશિયા દ્વારા રદ કરવામાં આવ્યું હતું.. આ અંતર્ગત બંને દેશો પોતાના પરમાણુ હથિયારોના પરીક્ષણની માહિતી એકબીજા સાથે શેર કરતા હતા.. રશિયાએ આરોપ લગાવ્યો હતો કે અમેરિકા રશિયાના પરમાણુ હથિયારોની માહિતીનો દુરુપયોગ કરી રહ્યું છે.