Indian Bride: લગ્ન બે લોકો વચ્ચે જીવનભરનું બંધન છે. લગ્ન બે લોકોને એક કરવાની પરંપરા છે. તો બીજા શબ્દોમાં લગ્નને સમજવામાં આવે તો બે લોકો વચ્ચા સંબંધને સામાજિક અને ધાર્મિક માન્યતા આપવી છે. ભારતમાં લગ્નનો ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મહેમાનોનું લાંબુ લિસ્ટ, ખાવા-પીવાની અલગ-અલગ વેરાયટી, ડાન્સ અને અનેક વિધિઓ. જેમાં વર-કન્યા અને તેના પરિવારજનો વ્યસ્ત રહે છે. તેવામાં દુલ્હનોને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે, જેના વિશે તમે ક્યારેક જ સાંભળ્યું હશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં લગ્ન થતા પહેલા અને બાદમાં ઘણી પરંપરા નિભાવવામાં આવે છે. આ પરંપરામાં, પીઠી, જોડા ચોરવા, વીંટી શોધવી અને વિદાયની વિધિઓ સામેલ છે. વિદાયમાં દુલ્હન પોતાના પરિવારજનોને મળીને પોતાના વરરાજા સાથે સાસરે રવાના થાય છે. તમે પણ ક્યારેકને ક્યારેક કોઈ દુલ્હનની વિદાઈ જોઈને જરૂર ભાવુક થયા હશો. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક મહિલા દુલ્હનને તેના લગ્ન પહેલા રડવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. ભલે તમને આ વાત પર વિશ્વાસ ન આવી રહ્યો હોય પરંતુ આ સત્ય છે.   


આજના ટ્રેન્ડને કારણે લોકો પોતાની દરેક વસ્તુને લઈને વધુ સંવેદનશીલ હોય છે. આ ફીલિંગને કારણે લોકો પોતાના ફોટોમાં ઘણા ફિલ્ટર્સનો ઉપયોગ પણ કરે છે અને આ ઇનસિક્યોરિટી દુલ્હનોને વિદાયની ટ્રેનિંગ લેવા મજબૂર કરે છે. વિદાયમાં રડવું પરંપરાનો એક ભાગ બની ગયું છે. લગ્નમાં યુવતીઓ ઘણા પ્રકારના તણાવમાં હોય છે. પોતાના ઘરને છોડવાથી લઈને નવા ઘરમાં બધુ બરાબર સંભાળવા સુધી, ઘણી વાત દુલ્હનના મનમાં ચાલતી રહે છે. આ તણાવને કારણે વિદાયમાં ઘણીવાર દુલ્હનને ન રડવું આવે છે ન હસવું. આ કારણે રાધા નામની એક મહિલાએ સાત દિવસનો કોર્સ શરૂ કર્યો. 


ભોપાલમાં એક મહિલા સંસ્થામાં લગ્ન કરનાર યુવતીઓને રડવાની એક્ટિંગ શીખાડવામાં આવે છે. આ મહિલા પ્રમાણે આ કોર્સ કર્યા બાદ દુલ્હન રડતા ખુબ નેચરલ લાગે છે. દુલ્હનોને પણ આ પ્રકારની પોતાની તસવીરો સારી લાગે છે.