નવી દિલ્હી: જમીન પર પડેલા ટારગેટને ક્ષણભરમાં તબાહ કરવાની ક્ષમતાવાળી બ્રહ્મોસ મિસાઈલનું પરિક્ષણ આગામી અઠવાડિયે કરવામાં આવી શકે છે. ભારતીય વાયુસેના અને ડીઆરડીઓ દુનિયાની સૌથી ઝડપી સુપર સોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું પરિક્ષણ કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય વાયુસેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ તેઓ આ મિસાઈલના પરિક્ષણને લઈને ગંભીર છે. આ મિસાઈલ જમીન પર રહેલા તેના ટારગેટને એક જ ઝટકે તબાહ કરી શકે છે. તેનાથી બાલાકોટ જેવી એર સ્ટ્રાઈકને દુશ્મનની સરહદ પાર કર્યા વગર જ અંજામ આપી શકાશે. વાયુસેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ મિસાઈલ પરિક્ષણ આગામી સપ્તાહે દેશના દક્ષિણ ભાગમાં કરવામાં આવી શકે છે. ડીઆરડીઓ દ્વારા વિક્સિત બ્રહ્મોસ મિસાઈલનું આ પરિક્ષણ સુખોઈ ફાઈટર વિમાન દ્વારા થઈ શકે છે. 


સૂત્રોના જણાવ્યાં મુજબ એરફોર્સની યોજના છે કે 40 સુખોઈ-30MKI ફાઈટર વિમાનમાં બ્રહ્મોસ મિસાઈલ ફીટ કરવામાં આવે. જેથી કરીને જરૂર પડે ત્યારે દૂર રહેલા દુશ્મનના ટારગેટને સરહદ પાર કર્યા વગર જ ભેદી શકાય. 


બાલાકોટ એર સ્ટ્રાઈક વખતે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં મિરાજ-2000 ફાઈટર એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...