નવી દિલ્હી: ભારતે શુક્રવારે એક દિવસમાં 2 કરોડથી વધુ કોરોના વેક્સીન (Corona Vaccination Record) લગાવીને કીર્તિમાન બનાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના જન્મદિવસ પર રસીકરણને લઇને ચલાવવામાં આવેલા અભિયાનને સફળતા પ્રાપ્ત થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંજે 5 વાગે જાહેર થયા આંકડા
કો-વિન (CoWIN) પોસ્ટ પર જાહેર આંકડાના અનુસાર સાંજે 5:10 મિનિટ સુધી દેશભરમાં કુલ 2,00,41,136 વેક્સીઅનો ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 78.68 કરોડ રસી લગાવવામાં આવી છે. એક મહિનાથી ઓછા સમયમાં ચોથીવાર એક દિવસમાં એક કરોડથી વધુ રસી લગાવવામાં આવી છે. આ પહેલાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ કહ્યું કે દેશે અત્યાર સુધી સૌથી ઝડપી એક કરોડ કોવિડ રસીના ડોઝ આપવાનો આંકડો પાર કરી લીધો છે. 

'Taarak Mehta...' ની આ અભિનેત્રીને ઓળખી શક્યા તમે? જાણશો તો લાગશે આંચકો!


વેક્સીનનો નવો રેકોર્ડ હશે પીએમને ગિફ્ટ
મનસુખ માંડવિયાએ ટ્વીટ કરતાં કહ્યું, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર દેશએ બપોરે 1:30 વાગ્યા સુધી અત્યાર સુધી સૌથી ઝડપી, એક કરોડ ડોઝ આપવાનો આંકડો પાર કરી લીધો છે. અને અમે નિરંતર આગળ વધી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આજે આપણે રસીકરણનો નવો કિર્તિમાન બનાવી પ્રધાનમંત્રીજીને ભેટ આપીશું. દેશમાં છ સપ્ટેમ્બર, 31 ઓગસ્ટ, 27 ઓગસ્ટના રોજ એક એકરથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. મનસુખ માંડવિયાએ ગુરૂવારે કહ્યું હતું કે જેમણે વેક્સીન લીધી નથી, એવા પોતાના પરિજનોને અને સમાજના તમામ વર્ગને શુક્રવારે પ્રધાનમંત્રીના જન્મદિવસ પર રસી લગાવીને તેમના જન્મદિવસની ભેટ આપવામાં આવશે. 

3000 રૂપિયા સુધી મોંઘી થઇ જશે Hero ની બાઇક અને સ્કૂટર, આ દિવસથી લાગૂ થશે નવા ભાવ


13 સપ્ટેમ્બર સુધી 75 કરોડ લોકો થયા વેક્સીનેટેડ
ભારતીય જનતા પાર્ટી (BJP) એ દેશભરમાં પોતાના એકમોથી પ્રધાનમંત્રીના જન્મદિવસના અવસર પર મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ કરાવવામાં મદદ કરવા માટે કહ્યું. મંત્રાલયના અનુસાર ભારતને રસીકરણના 10 કરોડ આંકડા સુધી પહોંચવામાં 85 દિવસ લાગ્યા. ત્યારબાદ આગામી 45 દિવસમાં 20 કરોડ તથા તેના 29 દિવસ બાદ 30 કરોડના આંકડા પર દેશ પહોંચ્યો હતો. તો બીજી તરફ 30 કરોડથી 40 કરોડના આંકડા સુધી પહોંચવામાં 24 દિવસનો સમય લાગ્યો અને તેના 20 દિવસ બાદ છ ઓગસ્ટના રોજ 50 કરોડના આંકડા પર પહોંચી ગયા. તેના 19 દિવસ બાદ દેશે 60 કરોડનો આંકડો તથા તેના ફક્ત 13 દિવસ બાદ 60 કરોડ આંકડાનો લક્ષ્ય પ્રાપ્ત કર્યો. મંત્રાલયના 13 સપ્ટેમ્બરને દેશને રસીકરણના 75 કરોડના આંકડાને પાર કરી લીધો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube