વિમાન નિર્માતા કંપની એરબસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાં મુજબ નવેમ્બર 2024 સુધીમાં ગુજરાતના વડોદરામાં ચાલુ ફેક્ટરી સ્થાપિત થઈ જશે. જ્યાંથી 2026ના અંત સુધીમાં ભારત નિર્મિત C295 સૈન્ય પરિવહન વિમાનોનું પ્રોડક્શન શરૂ થઈ જશે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ વડોદરાની ફિસિલિટી (કારખાનું) સ્પેનના સેવિલેમાં સ્થિત 1.2 મિલિયન વર્ગ મીટરના વિશાળ એરબર્સ ફેક્ટરી જેવું જ હશે. આ વિમાનનું નિર્માણ ખાનગી ક્ષેત્રમાં ભારતના પહેલા મેક ઈન ઈન્ડિયા એરોસ્પેસ કાર્યક્રમ હેઠળ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા સમયથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) નો ભારતમાં સૈન્ય વિમાનો પર એકાધિકાર રહ્યો છે. જે એક જાહેર ક્ષેત્રની ભારતીય એરોસ્પેસ અને રક્ષા કંપની છે. સપ્ટેમ્બર 2021માં ભારતે 21,935 કરોડ રૂપિયાના  ખર્ચે IAF ના જૂના એવરો (Avro) કાફલાને બદલવા માટે 56 એરબસ C295 વિમાનોના અધિગ્રહણને ઔપચારિક સ્વરૂપ આપ્યું હતું. આ ડીલ હેઠળ એરબસ પહેલા 16 વિમાનોને સેવિલેમાં પોતાની ફાઈનલ અસેમ્બલી લાઈનથી 'ફ્લાય અવે' સ્થિતિમાં ભારતીય વાયુસેનાને હેન્ડઓવર કરશે. જ્યારે બાકીના 40 વિમાનોનું મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલિંગ ભારતમાં એક ઔદ્યોગિક પ્રોજેક્ટના ભાગ રૂપે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ (TASL) દ્વારા વડોદરાની ફેક્ટરીમાં કરવામાં આવશે. TASL અને એરબસ વચ્ચે આ કરાર છે. 


હવે ભારતમાં પણ હશે એરબસની ફાઈનલ અસેમ્બલી લાઈન
હાલમાં C295 વિમાન માટે એકમાત્ર ફાઈનલ અસેમ્બલી લાઈન સેવિલેમાં છે. આ એરબસ A400 વિમાનનું પણ ઉત્પાદન કરે છે. પહેલીવાર એવું બનશે કે એરબસ પાસે કોઈ અન્ય દેશમાં પૂર્ણ ઉત્પાદન પ્રણાલી હશે. જેને ભારતમાં C295 કાર્યક્રમના પ્રમુખ જ્યોર્જ ટેમારિટે તેને પૂરું કરવા માટે જરૂરી વિભિન્ન સમય અને આપૂર્તિ શ્રૃંખલા બાધાઓને જોતા અભૂતપૂર્વ ગણાવ્યું. તેમણે કહ્યું કે આવું પહેલીવાર બન્યું છે કે એરબસ સ્પેનની બહાર એક પૂર્ણ ઉત્પાદન પ્રણાલીનું નિર્માણ કરી રહ્યું છે. કેટલાક અન્ય દેશોમાં ફાઈનલ એસેમ્બલી લાઈન કે પ્રી ફાઈનલ એસેમ્બલી લાઈન તો  છે  પરંતુ ફૂલ પ્રોડક્શન સિસ્ટમ નથી. 


સપ્ટેમ્બરમાં ભારતને સોંપવામાં આવનારા પહેલા C295 વિમાને મે મહિનામાં પહેલી ઉડાણ ભરી હતી. જ્યારે બીજા વિાનને આગામી વર્ષે મે મહિનામાં ભારતીય વાયુસેનાને સોંપવા માટે અહીં રાખવામાં આવી રહ્યુ છે. ત્યારબાદ 2025 સુધીમાં દર મહિને એરબસ દ્વારા એક વિમાનની નિર્ધારિત ડિલિવરી કરવામાં આવશે. ભારતમાં વડોદરાના કારખાનામાં બનનારા 40 વિમાનોની ડિલિવરી 2026થી 2031 વચ્ચે ભારતીય વાયુસેનાને થવાની છે. અધિકારીઓએ કહ્યું કે ફાઈનલ એસેમ્બલી લાઈન જે વડોદરામાં બનશે- તેની પ્રતિવર્ષ 12 વિમાન બનાવવાની ક્ષમતા હશે. જેને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા સંચાલિત કરાશે અને તેમાં સ્પેનમાં એરબસની ફાઈનલ અસેમ્બલી  લાઈનના સમાન માપદંડ હશે. 


સેવિલેમાં IAF ના પાઈલટો અને મેન્ટેનન્સ ટીમની થઈ ટ્રેનિંગ
અધિકારીઓએ કહ્યું કે ભારતીય વાયુસેનાના 6 પાઈલટને પહેલેથી જ તાલિમ મળી ચૂકી છે અને IAF ના 20 મેન્ટેનન્સ ટુકડીની એક બેચને હાલમાં સેવિલેમાં એરબસ સુવિધામાં તાલિમ અપાઈ રહી છે. આગામી વર્ષે ભારતીય વાયુસેનાકર્મીઓની 3 વધુ બેન્ચોને અહીં તાલિમ આપવામાં આવનાર છે. ગત વર્ષે ટીએએસએલએ હૈદરાબાદમાં એક કારખાનું નાખ્યું હતું. જેમાં વિમાનોના પ્રમુખ એરફ્રેમ ઘટકો ટેલ અને બોડીનું નિર્માણ થશે. આગામી સપ્તાહથી આ કારખાનામાં નિર્માણ કાર્ય જોર પકડશે. હૈદરાબાદના કારખાનામાં બનાવવામાં આવનારા વિમાનના પ્રમુખ ભાગોને આગામી વર્ષે વડોદરાની ફેક્ટરીમાં લઈ જવાશે અને એરબસના અન્ય વૈશ્વિક ફર્મોથી પ્રાપ્ત એન્જિન અને એવિયોનિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ઘટકોની સાથે અસેમ્બલ કરાશે. ત્યારબાદ વિમાનનું પરીક્ષણ કરીને તેને ડિલિવરી માટે તૈયાર કરાશે. 


32મું વિમાન સંપૂર્ણ ઈન્ડિયા મેડ હશે
અધિકારીઓએ એમ પણ કહ્યું કે એન્જિન અને એવિયોનિક્સ જેવા પ્રમુખ ઘટકોને બાદ કરતા જે પ્રૈટ એન્ડ વ્હિટની, કોલિન્સ એરોસ્પેસથી લેવાયા છે- મોટાભાગના અન્ય ઘટકો પર એરબસ દ્વારા ટીએએસએલને વિનિર્માણ ટેક્નોલોજીનું હસ્તાંતરણ કરવામાં આવશે. જેથી કરીને આગામી કેટલાક વર્ષોમાં ભારતમાં નિર્મિત 95 ટકા વિમાન તૈયાર  કરી શકાય. ટેમારિટે કહ્યું કે મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના એરફ્રેમમાં 14000થી વધુ પાર્ટ્સ અને કોમ્પોનેન્ટ્સ સામેલ હશે અને સ્વદેશીકરણના જાહેર સ્તર સુધી પહોંચવા માટે ભારતીય આપૂર્તિ શ્રૃંખલાઓની ક્ષમતાના આધાર પર ટાટા દ્વારા દર વર્ષે લગભગ 3500 પાર્ટ્સનું ક્રમિક રીતે ઔદ્યોગિકરણ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે આશા છે કે 32મું વિમાન જે 2029ના પહેલા ત્રિમાસિકમાં ડિલિવરી માટે નિર્ધારિત છે તે લગભગ સંપૂર્ણ રીતે ભારત નિર્મિત C295 હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube