નવી દિલ્હી: ભારતીય વાયુસેના (Indian Air Force)ને ફ્રાન્સ (France)થી મળનાર 4 નવા રાફેલ ફાઇટર એરક્રાફ્ટ (Rafale Fighter Aircraft) માટે થોડી રાહ જોવી પડી શકે છે. આ પહેલા આ એરક્રાફ્ટ મે મહિનામાં ભારત પહોંચવાના હતા પરંતુ હવે ફ્રાન્સના મેરિનાકમાં રાફેલની ફેક્ટરીમાં કોરોનાના કારણેથી થયેલા લોકડાઉનથી કામકાજ ઠપ છે. તમને જણાવી દઇએ કે, ફ્રાન્સ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી એક છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં 1 લાખ 78 હજાર 870 દર્દીઓ સંક્રમિત થયા છે અને 27 હજાર 425 લોકોના મોત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- નાણા મંત્રીએ આર્થિક પેકેજના ત્રીજા ભાગમાં કરી આ જાહેરાત, જાણો કોને શું મળ્યું...


ઓક્ટોબર 2019માં ભારતે ફ્રાન્સની મેરીનાક ફેક્ટરીમાં રાફેલ એરક્રાફ્ટને સત્તાવાર રીતે લીધું હતું. કાર્યક્રમ મુજબ, મે સુધીમાં 4 એરક્રાફ્ટ હરિયાણાના અંબાલા એરબેઝ પહોંચવાના હતા, જેને ભારતીય વાયુસેનાના નંબર 17 ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ કરવાના હતા. ભારતે ફ્રાન્સથી 36 રફેલ એરક્રાફ્ટ 58000 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તેઓ વાયુસેનાના બે સ્ક્વોડ્રન બનાવશે, જે પશ્ચિમમાં અંબાલા અને પૂર્વમાં જોરહટ એરબેઝ પર તૈનાત કરવામાં આવે તેવી સંભાવના છે.


આ પણ વાંચો:- કૃષિ ક્ષેત્ર માટે 1 લાખ કરોડની જાહેરાત, ડેરી, પશુપાલન સહિત ઘણી યોજનાઓ માટે પેકેજ


કોરોનાના લોકડાઉનને કારણે ફ્રાન્સમાં તમામ કામ ઠપ છે, તેથી હવે આ વિમાનોનું ભારત આવવાનું વિલંબ થશે. ફ્રાન્સમાં લોકડાઉન ખુલવાના કોઈ સંકેત મળી રહ્યાં નથી, તેથી આગામી બે મહિના સુધી એરક્રાફ્ટ આવવાની સંભાવના નથી.


ભારતીય વાયુસેના ફાઇટર એરક્રાફ્ટની અછત સાથે સંઘર્ષ કરી રહી છે. પાકિસ્તાન અને ચીનને ડબલ મોરચા સામે લડત આપવા માટે એરફોર્સ પાસે 42 સ્ક્વોડ્રનની મંજૂરી છે, પરંતુ હવે એરફોર્સમાં 30થી પણ ઓછા ફાઇટર સ્ક્વોડ્રન બચ્યા છે. તેમાં સુખોઈ 30, મિરાજ -2000 અને મિગ -29 જેવા નવા ફાઇટરની સાથે સાથે જેગુઆર અને મિગ -21 ના ​​સ્ક્વોડ્રનનો સમાવેશ થાય છે જે ચાર દાયકા જૂનો થઈ ગયા છે. વાયુસેનાએ સ્વદેશી તેજસ ફાઇટર એરક્રાફ્ટને પણ સામેલ કરવાનું શરૂ કર્યું છે પરંતુ તેમની ક્ષમતા મર્યાદિત છે.


આ પણ વાંચો:- ઔરંગાબાદ ટ્રેન અકસ્માત: સુપ્રીમે કહ્યું-કોઈ રેલવેના પાટા પર સૂઈ જાય તો તેને કેવી રીતે રોકી શકાય?


રફાલની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફાઇટર એરક્રાફ્ટમાં થાય છે. તે 1913 કિ.મી. પ્રતિ કલાક એટલે કે, અવાજની ગતીથી લગભગ બમણી ઝડપે દોડી શકે છે. તેનાથી 560 કિ.મી દૂરથી જ સ્કલ્પ મિસાઈલ દ્વારા દુશ્મનના કોઈપણ અડ્ડાને નાશ કરી શકાય છે. હવામાં કોઈ દુશ્મન એરક્રાફ્ટને નષ્ટ કરવા માટે, તેની પાસે મીટિઅર મિસાઇલ છે, જેની રેન્જ 100 કિ.મી.થી વધુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube