New Rules For Medicines: દવાઓના વેચાણમાં સતત વધી રહ્યાં છે ગોરખધંધા. ક્યાંક સસ્તી દવાઓને મોંઘા ભાવે વેચવાનું કૌભાંડ થાય છે તો ક્યાંક અસલી દવાઓના બદલે નકલી દવાઓ પધરાવી દેવાનું કૌભાંડ સામે આવે છે. આમ, તો આ ધંધો આજકાલનો નથી વર્ષોથી ભારતના દરેક રાજ્યમાં આ પ્રકારે મેડિકલ સેક્ટરમાં ગોલમાલ થતી આવી છે. જોકે, કોરોના કાળમાં અને ત્યાર બાદના સમયમાં આ ગોલમાલ ચરમસીમાએ પહોંચી છે. નકલી દવાઓના વેપલાએ માજા મુકી છે. જેને કારણે હવે સરકારે આ અંગે કડક વલણ અપનાવ્યું છે. નકલી દવાઓના બિઝનેસને રોકવા માટે સરકારે નવો નિયમ લાવવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે દવાઓના પેકેટ્સ પર પણ બારકોડ લાગશે. સરકારે દવાઓમાં ઉપયોગમાં લેવાતા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ પર બારકોડ મૂકવાનું ફરજિયાત બનાવ્યું છે. બનાવટી દવાઓના કારોબારને જોતા બારકોડની સિસ્ટમ ફરજિયાત રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિયમ 1 ઓગસ્ટ, 2023થી ફરજિયાતપણે લાગુ થશે. 300 દવાઓ માટે બારકોડ લગાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશની અંદર વેચવામાં આવતી દવાઓ પર બારકોડ ફરજિયાત લગાવવાના શેડ્યુલને એચ2 સાથે જોડ્યું છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન દ્વારા અધિકૃતતા અને ટ્રેસિબિલિટીની ખાતરી કરશે.


બારકોડમાં શું હશે ખાસ?
આ બારકોડ્સમાં Product identification code દવાનું યોગ્ય અને સામાન્ય નામ, બ્રાન્ડ નામ, ઉત્પાદકનું નામ અને સરનામું, બેચ નંબર, ઉત્પાદનની તારીખ સામેલ છે. દવા, દવાનો જથ્થો, દવાઓની એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર સહિતની તમામ માહિતી જોવા મળશે.  સરકાર આ પહેલને ભારતભરના કેમિસ્ટ આઉટલેટ્સ પર પ્રમોટ કરવાની યોજના ધરાવે છે. આ નિયમ લાવવા માટે સરકારે ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940માં સુધારો કર્યો છે. આ અંતર્ગત દવા બનાવતી કંપનીઓ માટે દવાઓ પર QR કોડ લગાવવો ફરજિયાત રહેશે. તેમણે શેડ્યૂલ H2/QR કોડ મૂકવો પડશે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગયા મહિને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ, 1945 (ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક રૂલ્સ, 1945) માં સુધારો કરીને ટોચની 300 બ્રાન્ડ્સની દવાઓ પર બારકોડ ફરજિયાત બનાવ્યો હતો અને તેમાં નવું શેડ્યૂલ H2 ઉમેર્યું હતું. આ પગલાનો હેતુ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન દ્વારા અધિકૃતતા અને ટ્રેસિબિલિટી સુનિશ્ચિત કરવાનો છે. આ નિયમ 1 ઓગસ્ટ, 2023થી લાગુ થશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર તેની પહેલને 'દવાઓ માટે આધાર કાર્ડ' તરીકે પ્રોત્સાહન આપશે.


 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે બેનરો સમગ્ર ભારતમાં તમામ ફાર્મસી આઉટલેટ્સ પર મુકવામાં આવશે. કેટલાક ફેરફારો તેના અમલીકરણ માટે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ નિયમોમાં પણ જરૂરી રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. હાલમાં, પ્રથમ તબક્કામાં 300 દવાઓને આ દાયરામાં લાવવામાં આવી રહી છે, જે ટોચની બ્રાન્ડ્સના કુલ બજાર હિસ્સાના લગભગ 35 ટકા છે. ડિસેમ્બર 2023 સુધીમાં તમામ દવાઓ તેના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવશે અને તેઓએ તેમના પેકેટ પર બારકોડ પણ આપવો પડશે.