પાકિસ્તાનમાં ચીની વિદેશ મંત્રી દ્વારા કાશ્મીરનો ઉલ્લેખ કરવા પર ભારતે આપી આકરી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
પાકિસ્તાનમાં ઇસ્લામિક સહયોગ સંગઠનના ઉદ્ઘાટન સમારોહમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કાશ્મીર અને ફિલિસ્તીનનો મુદ્દો ઉઠાવ્યો. તેના પર ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે.
નવી દિલ્હીઃ ભારતે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ચીનના વિદેશ મંત્રીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ભારતનું સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમે ઉદ્ઘાટન સમારોહ (ઇસ્લામિક સહયોગ સંગઠનના) માં પોતાના ભાષણ દરમિયાન ચીની વિદેશ મંત્રી વાંગ યી દ્વારા ભારત માટે બિનજરૂરી સંદર્ભનો અસ્વીકાર કરે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, 'કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલ મુદ્દો સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે અને ચીન સહિત અન્ય દેશોને તેના પર નિવેદન આપી હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી.'
પાકિસ્તાનમાં ઇસ્લામિક સહયોગ સંગઠનના ઉદ્ઘાટન સમારોહમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કાશ્મીર અને ફિલિસ્તીનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું- કાશ્મીરના મુદ્દા પર અમે ફરી ઘણા ઇસ્લામિક મિત્રોની પુકારને સાંભળી. ચીન પણ તેવી આકાંક્ષા રાખે છે.
બિહાર વિધાનસભામાં મુકેશ સહનીની વીઆઈપીનું અસ્તિત્વ ખતમ, ભાજપ સૌથી મોટી પાર્ટી
ઓઆઈસીના વિદેશ મંત્રીઓની 48મી બેઠકને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યુ, અમે કાશ્મીર અને ફિલિસ્તીન બંને જગ્યાના લોકો માટે નિષ્ફળ સાબિત થયા છીએ. આપણે એક વિભાજીત ગૃહ છીએ અને તે (ભારત અને ઇઝરાયલ) આ વાત જાણે છે.
ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370 રદ્દ કરવાના ભારતના પગલાનો ઉલ્લેખ કરતા ખાને કહ્યુ- કંઈ ન થયું કારણ કે તેણે (ભારત) કોઈ દબાવનો અનુભવ કર્યો નહીં. પાકિસ્તાની પ્રધાનમંત્રીએ કહ્યું કે તે નતી કહી રહ્યાં કે મુસ્લિમ દેશ પોતાની વિદેશ નીતિમાં ફેરફાર કરે, પરંતુ જ્યાં સુધી આપણો સંયુક્ત મોર્ચો (પ્રમુખ મુદ્દા પર) નહીં હોય, આ પ્રકારની તમામ વસ્તુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube