નવી દિલ્હીઃ ઘાતક કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી લોકોને બચાવવા માટે ભારત સહિત દુનિયાભરના ઘણા દેશોમાં વેક્સિનેશન (Corona Vaccination) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ ભારતે આ રેસમાં અમેરિકા અને ચીનને પાછળ છોડી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

85 દિવસમાં 10 કરોડ વેક્સિનનો યૂઝ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health) એ શનિવારે ટ્વીટ કરતા જણાવ્યું, 'ભારતમાં માત્ર 85 દિવસમાં 10 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. જ્યારે અમેરિકામાં માત્ર 9.20 કરોડ અને ચીનમાં 6.14 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતે સુપર પાવર અમેરિકા અને ચીનને પાછળ છોડી દીધા છે અને ખુદ વેક્સિનેશનના મામલામાં સુપર પાવર દેશ બની ગયો છે.'


સર્વદળીય બેઠકમાં બોલ્યા ઉદ્ધવ ઠાકરે- સ્થિતિ ખરાબ, લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી


45થી 60 વર્ષના આટલા લોકોએ લગાવી વેક્સિન
તો 45 વર્ષથી 59 વર્ષની ઉંમરના  2,81,30,126 લોકોએ કોરોનાનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 5,79,276 લોકો એવા છે જેને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. તો 60 વર્ષથી વધુ ઉંમરના 3,85,92,532 લોકોને પ્રથમ ડોઝ અને 15,80,991 લોકો બીજો ડોઝ લઈ ચુક્યા છે. 


શું કહે છે 84 દિવસના આંકડા?
રિપોર્ટ પ્રમાણે દેશભરમાં કોવિડ-19 વેક્સિનેશનના 84માં દિવસે રાત્રે 8 કલાક સુધી કુલ 32,16,949 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તેમાં 28,24,066 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો અને 3,92,883 સ્વાસ્થ્યકર્મી અને ફ્રંટલાઇન વર્કર્સને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ રીતે દેશમાં કોવિડ19 રસીના ડોઝની કુલ સંખ્યા 9.78 કરોડથી વધુ થઈ ગઈ હતી. જેનાથી શનિવાર એટલે કે 10 એપ્રિલે આ આંકડો 10 કરોડને પાર થઈ ગયો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube