નવી દિલ્હી : કાશ્મીર (Kashmir) માંથી કલમ 370 (Article 370) હટાવવાથી અકળાયેલ પાકિસ્તાન હવે આતંકીઓના સહારે આ વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્લાન કરી રહ્યું છે. ખાસ કરીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) એ ફિરાકમાં છે કે કેવી રીતે ઘાટી વિસ્તારમાં અશાંતિ ફેલાવી શકાય. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ તાજેતરમાં જ આતંકીઓના આકાઓ સાથે ઇસ્લામાબાદમાં એક હાઇ લેવલની બંધ બારણે બેઠક કરી હોવાની વિગતો સામે આવી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, આ બેઠકમાં ભારત અને ખાસ કરીને ઘાટી વિસ્તારમાં હુમલો કરવાની ફિરાકની ચર્ચાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી અનુસાર, ઇસ્લામાબાદમાં મળેલી આ બેઠકમાં જૈશ-એ-મોહમ્મદ (Jaish e Mohammad), લશ્કર એ તોયબા (Lashkar-e-Taiba), હિઝબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen) અને ખાલિસ્તાની જિંદાબાદ ફોર્સના આતંકી આકાઓ જોડાયા હતા. આ બેઠક બંધ બારણે યોજાઇ હતી. 



સુત્રો કહી રહ્યા છે કે જમ્મુ કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવા માટે આઇએસઆઇ આતંકી હુમલા માટે ખાલિસ્તાની સંગઠનોની મદદ લેવાની યોજના બનાવી રહ્યું છે.