નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંબંધોમાં આવેલી અકડ હવે પાકિસ્તાનમાં નવી સરકાર આવ્યા બાદ ઢીલી પડી રહી છે. ભારત અને પાકિસ્તાને વિદેશ મંત્રી ઝડપથી જ ન્યૂયોર્કમાં મળશે અને આંતરિક સંબંધોની દ્રષ્ટીએ બે મહત્વપુર્ણ મુદ્દાઓ પર વાત કરીશું. વિદેશમંત્રાલયના પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ભારત પાકિસ્તાનનાં વિદેશમંત્રી ન્યૂયોર્કમાં બેઠક કરશે. તેમણે જણાવ્યું કે, હું તે વાતની પૃષ્ટિ કરું છું કે પાકિસ્તાનની તરફતી અનુરોધ બાદ વિદેશમંત્રી અને પાકિસ્તાનનાં વિદેશમંત્રી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસંગે એક બેઠક યોજાશે. તેના માટે આંતરિક સંમતીથી દિવસ અને સમય નિશ્ચિત કરવામાં આવશે. 

તેમણે કરતાપુર કોરિડોર અંગે કહ્યું કે, અમે પાકિસ્તાન સરકારની તરફથી કોઇ અધિકારીક માહિતી નથી મળી કે તેઓ આ અંગે વિચાર કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી યુએનજીએનાં પ્રસંગે પાકિસ્તાન વિદેશ મંત્રી સાથે બેઠક દરમિયાન આ વિષયો અંગે પણ ચર્ચા કરશે. 

પાકિસ્તાન વડાપ્રધાનની રજુઆત
અગાઉ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે બંન્ને દેશોની વચ્ચે ચાલી રહેલા તમામ મુદ્દાઓ પર વાતચીતતી ઉકેલવાની દિશામાં આગળ વધવામાં આવે. તેમણે લક્યું કે, મારા વડાપ્રધાન બનવા અંગે તમે મને જે શુભકામનાઓ પાઠવી તે બદલ શુભકામનાઓ. હું તમારી ભાવનાનું સન્માન કરું છું. વાતચીત અને સહયોગથી જ બંન્ને દિશામાં સંબંધોને આગળ વધારવામાં આવી શકે છે. 

આ વાતચીતનું આમંત્રણ આપતા તેમણે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે બંન્ને દેશોની વચ્ચે એક આંતરિક સંબંધ બનેલા અને શાંતિ જળવાઇ રહે. એટલા માટે હું પાકિસ્તાનનાં વિદેશ મંત્રી મખદૂમ શાહ મહમદ કુરૈશી અને ભારતનાં વિદેશમંત્રી સુષમા સ્વરાજ વચ્ચે મીટિંગનો પ્રસ્તાવ મુકુ છું. આ મીટિંગ ન્યૂયોર્કમાં યોજવાની છે યુએન જનરલ એસેમ્બલી ઉપરાંત હોય. આ મીટિંગમાં આગળનાં રસ્તાઓ નિકલી શકે છે.

ખાસ કરીને ઇસ્લામાબાદમાં થનારા સાર્ક સમિટ પહેલા આ એક મોટી પહેલ હશે. આ સમિટની તક હશે, જ્યારે તમે પાકિસ્તાનની યાત્રા કરે અને વાતચીત આગળનો રસ્તો ખુલ્લે. હું તમારી સાથે મળીને બંન્ને દેશોનાં લોકોનાં ફાયદા માટે કામ કરવા માંગુ છું. કૃપા તેનો સ્વિકાર કરો.