નવી દિલ્હી : રશિયામાં સપ્ટેમ્બરમાં યોજાનાર બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન એક સાથે ભાગ લેશે. આતંકવાદી ગતિવિધિઓ પર લગામ લગાવવાનાં ઇરાદાથી આયોજીત આ સૈન્ય અભ્યાસમાં ચીન અને અન્ય ઘણા દેશો પણ ભાગ લેવાનાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ સૈન્ય અભ્યાસ શાંઘાઇ સહયોગ સંગઠનની રૂપરેખા હેઠળ કરવામાં આવશે. સુરક્ષાની સમુહની આ સંસ્થા પર ચીનનું પ્રભુત્વ છે જેને હવે નાટોની બરાબરી કરી શકતી સંસ્થા તરીકે જોવાઇ રહી છે. તેમણે જણાવ્યું કે, આ અભ્યાર રશિયાનાં ઉરાલ પર્વત ક્ષેત્રમાં આયોજીત કરવામાં આવશે અને એસસીઓનાં લગભગ તમામ સભ્યો તેનો હિસ્સો હશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે, શાંતિ મિશનનાં આ અભ્યાસનો મુખ્ય ઇરાદો એસસીઓને આઠ સભ્ય દેશોની વચ્ચે આતંકવાદીઓને પહોંચી વળવા માટે સહયોગ વધાર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગત્ત અઠવાડીયે બીજિંગમાં એસસીઓ સભ્ય દેશોનાં સંરક્ષણ મંત્રીઓને બેઠકમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે ભારતનાં આ અભ્યાસમાં ભાગ લેવાની પૃષ્ટી કરી હતી. તેમણે જણાવ્યું કે, આઝાદી બાદ પહેલીવાર ભારત અને પાકિસ્તાન બંન્ને એક જ સૈન્ય અભ્યાસનો હિસ્સો હશે. જો કે બંન્ને દેશની સેનાઓએ સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિ સંરક્ષણ મિશનમાં સાથ કામ કર્યું છે. 

2001માં શંઘાઇમાં થઇ હતી એસસીઓની સ્થાપના
રશિયા, ચીન, કિર્ગિજ ગણરાજ્ય, કજાકિસ્તાન, તજાકિસ્તાન, ઉજબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિઓએ 2001માં શાંધાઇમાં એક શિખર સમ્મેલનમાં એસસીઓની સ્થાપના કરી હતી. ભારત અને પાકિસ્તાન આ જુથનમાં 2005માં પર્યવેક્ષક રતીકે પાછળથી સમાવિષ્ટ કરાયા હતા. ગત્ત વર્ષે બંન્ને દેશોને પુર્ણ સભ્ય બનાવવામાં આવ્યા. ભારતને સભ્ય બનાવવા માટે રશિયાએ અને પાકિસ્તાનને સભ્ય બનાવવા માટે ચીને મજબુતીથી પક્ષ મુક્યો હતો.