નવી દિલ્હીઃ ભારતીય સેનાના જવાન રશિયામાં એક ખાસ યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે.આ યુદ્ધ અભ્યાસને જાપદ-21 નામ આપવામાં આવ્યું છે. આ એક સંયુક્ત રણનીતિક અભ્યાસ છે. નોવગોરોદ ક્ષેત્ર સ્થિત મુલિનો ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં થઈ રહેલા આ સૈન્ય અભ્યાસનું નિરીક્ષણ કરવા સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ પહોંચ્યા હતા.


ભારતીય જવાનોએ પ્રદર્શિત કર્યુ પોતાનું કૌશલ
આ સંયુક્ત યુદ્ધાભ્યાસ હેઠળ ભારતીય સેનાના જવાનોએ પણ પોતાના યુદ્ધ કૌશલનો નમૂનો દેખાડ્યો. તેમાં કોમ્બેટ ફ્રી ફોલ, સ્પેશિયલ હેલીબોર્ન ઓપ્સ અને ડિફેન્સિવ તકનીકોનું કૌશલ નાગા રેજીમેન્ટે પ્રદર્શન કર્યું હતું. ભારતીય સેનાએ સોમવારે આ વિશે જાણકારી આપી છે. તે એનએનઆઈએ ટ્રેનિંગ ક્ષેત્રની તસવીરો અને વીડિયો ટ્વીટ કર્યા છે. તેમાં ભારતીય સેના પોતાના હુનરને પ્રદર્શિત કરતી જોવા મળી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube