નવી દિલ્હીઃ દેશમાં હવે 'અમે બે અમારા બે'નું ચલણ ખુબ ઘટી રહ્યું છે. તેની જગ્યાએ ઘણા લોકો એવા છે જે માત્ર એક બાળક ઈચ્છે છે. તેના કારણે ભારતમાં જન્મદરમાં 2050 સુધી ઘટાડો જોવા મળશે. લાન્સેટના એક રિપોર્ટમાં આ ચેતવણી આપવામાં આવી છે. ભારતમાં કુલ જન્મદર 1950માં 6.18 હતો, જે 1980માં ઘટી 4.6 પર આવી ગયો હતો. એટલું જ નહીં 2021માં તે ઘટીને 1.91 પર આવી ગયો છે. તે રિપ્લેસમેન્ટ લેવલથી પણ ઓછો છે. જનસંખ્યા વિજ્ઞાની માને છે કે રિપ્લેસમેન્ટ લેવલ માટે જન્મદર ઓછામાં ઓછો 2.1 હોવો જોઈએ. તેવામાં આ મોટા સંકટના ભણકારા પણ છે. અનુમાન છે કે 2050 સુધી ભારતમાં જન્મદર 1.29 રહી જશે. તેનાથી વસ્તુ એકદમ ઘટશે નહીં, પરંતુ તેમાં યુવાઓની સંખ્યા ઓછી થઈ જશે. પછી 2100 સુધી આ સંકટ વધુ મજબૂત બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો લાન્સેટનો આ રિપોર્ટ સાચો સાબિત થાય છે તો પછી આવનારા દાયકામાં ભારતની સામે મોટો પડકાર હશે. જન્મદરમાં ઝડપથી ઘટાડો આવશે તો વર્કફોર્સમાં પણ કમીની સ્થિતિ હશે અને અર્થવ્યવસ્થાને પણ ઝટકો લાગશે. આ સિવાય યુવાઓથી વધુ વસ્તી વૃદ્ધોની થઈ જશે, જેની સંભાળ રાખવી પણ એક પડકાર હશે. એટલું જ નહીં સ્વાસ્થ્ય સેવાઓ પર પણ ભારણ વધશે. આ સિવાય લૈંગિક અસમાનતાનું સંકટ પણ આવશે. તેનું કારણ એક નવો ટ્રેન્ડ પણ છે. પ્રથમ સંતાન છોકરો થયા બાદ લોકો બીજા બાળકને જન્મ આપી રહ્યાં નથી. 


આ પણ વાંચોઃ સૌથી ધનીક 1% વસ્તી પાસે દેશની 40% સંપત્તિ, અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધ્યું


એક્સપર્ટ માને છે કે ઓછા બાળકો પેદા કરવાનું  એક કારણ તે પણ છે કે દેશના વિકાસની સાથે લોકોની આકાંક્ષાઓ પણ વધી છે. બાળકો પર લોકો ઓછો ખર્ત કરી રહ્યાં છે. તેવામાં વધુ બાળકો પર ખર્ચ વધુ થશે. તેનાથી બચવા માટે લોકો ઓછા બાળકને મહત્વ આપી રહ્યાં છે. આ સિવાય મહિલાઓ મોટા પાયા પર શિક્ષિત થવા અને તેના કરિયર પર ફોકસ કરવાથી પણ બાળકો પેદા થવાની સંભાવનાઓ પર અસર પડી છે. મોડા લગ્ન પણ એક કારણ બની રહ્યું છે. ઝડપથી શહેરીકરણ અને ગર્ભનિરોધક સુધી લોકોની પહોંચે પણ આ સ્થિતિ બદલી છે. 


જાણકાર માને છે કે ભલે ભારતની સામે આ પડકાર આવવામાં કેટલાક દાયકા બચ્યા હોય, પરંતુ અત્યારથી આ પ્લાનિંગ કરવું પડશે. સરકારે માતૃત્વને ઓછો ખર્ચાળ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેનાથી પણ કેટલાક લોકો બે બાળકો માટે પ્રેરિત થશે. નોંધનીય છે કે ઇટલી, જાપાન, રશિયા જેવા ઘણા દેશો છે, જે પહેલાથી આ પ્રકારના સંકટમાંથી પસાર થઈ રહ્યાં છે. આ દેશોમાં વસ્તી સતત ઘટી રહી છે અને સરકારો તેને લઈને ચિંતિત છે. તેમાંથી એક દેશ દક્ષિણ કોરિયા પણ છે. પાછલા દિવસોમાં દક્ષિણ કોરિયાના એક નેતાએ કહ્યું હતું કે જો સ્થિતિ આ રહી તો પછી આપણા અસિત્વ પર સંકટ હશે.