વોશિંગટન/નવી દિલ્હીઃ ભારત ડેમોક્રેસી ઇન્ડેક્સમાં 10 સ્થાન નીચે  51માં ક્રમ પર આવી ગયું છે. 2019માં ભારતનો ડેમોક્રેસી સ્કોર 6.9 રહ્યો, જે 13 વર્ષમાં સૌથી નિચલા સ્તર પર છે. ધ ઇકોનોમિસ્ટે મંગળવારે 165 દેશોની ડેમોક્રેસીનું લિસ્ટ જાહેર કર્યું હતું. આ રિપોર્ટ પ્રમાણે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અને નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરવાને કારણે ભારતના ડેમોક્રેસી સ્કોરમાં ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 પાસાઓના આધાર પર જાહેર કરવામાં આવે છે ડેમોક્રેસી ઇન્ડેક્સ
ધ ઇકોનોમિસ્ટે 2006માં ડેમોક્રેસી ઇન્ડેક્સ જાહેર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી 13 વર્ષમાં આ ભારતનો સૌથી ઓછો ડેમોક્રેસી સ્કોર છે. 2014માં તે સૌથી વધુ 7.92 હતો. ડેમોક્રેસી ઇન્ડેક્સ ચૂંટણી પ્રક્રિયા અને અનેકતાની સ્થિતિ, સરકારની કાર્યપદ્ધતિ, રાજકીય ભાગીદાર, રાજકીય સંસ્કૃતિ અને સામાજીક સ્વતંત્રતા જેવા 5 પાસાઓના આધાર પર જાહેર કરવામાં આવે છે. 


VIDEO: શ્રીનગરના લાલ ચોક પહોંચ્યા મોદીના મંત્રી, દિલ ખોલીને મળ્યા લોકો, ફુલ પણ આપ્યા 


ભારત માટે ઉથલ-પાથલ ભર્યું રહ્યું વર્ષ 2019
રિપોર્ટ પ્રમાણે, આ તમામ પાસાના આધાર પર જોવામાં આવે તો 2019 ભારત માટે ખુબ ઉથલ-પાથલ ભરેલું રહ્યું છે. ભાજપ સરકારે કાશ્મીરથી કલમ 370 હટાવી દીધી. નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કર્યો. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી રાજકીય ટકરાવની સ્થિતિ પેદા થઈ છે. સીએએને દેશમાં ભેદભાવ યુક્ત કાયદાની દ્રષ્ટિએ જોવામાં આવ્યો. આ બધાની અસર 2019માં ભારતમાં સામાજીક સ્વતંત્રતા અને તેની લોકશાહી સ્થિતિ પર પડી છે. 


ભારતના ડેમોક્રેસી સ્કોરમાં 13 વર્ષમાં કેટલો ઘટાડો


વર્ષ ડેમોક્રેસી સ્કોર
2006 7.68
2008 7.8
2010 7.28
2011 7.3
2012 7.52
2013 7.69
2014 7.92
2015 7.74
2016 7.81
2017 7.23
2018 7.23
2019 6.9

જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...