ફ્રી રાશન લેનારાઓને લાગી લોટરી, હવે દર મહિને મળશે વધુ અનાજ
ખાદ્ય મંત્રાલયએ જાણકારી આપતા જણાવ્યુ કં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફ્રી રાશનની સુવિધા આપવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યુ કે લાભાર્થીઓને વર્ષ 2023માં રાશન માટે હેરાન નહીં થવુ પડે. સરકારે ફ્રી રાશનવાળી સુવિધા આખું વર્ષ 2023માં આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્કીમ અંતર્ગત જ લોકોને મફત અનાજ મળશે.
નવી દિલ્હીઃ મફત રાશનનો લાભ લેનારાઓ માટે સારા સમાચાર છે. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો ફાયદો લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે. અને તે માટે તમામ રાજ્યોને દિશા-નિર્દેશ પણ આપી દેવાયા છે. 1 જાન્યુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે. આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખુ વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે. આવો તમને જણાવીએ દઈએ કે કોને મહિને 35 કિલો ફ્રી અનાજ મળશે.
વર્ષ 2023માં દર મહિને ફ્રી અનાજ-
ખાદ્ય મંત્રાલયએ જાણકારી આપતા જણાવ્યુ કં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફ્રી રાશનની સુવિધા આપવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યુ કે લાભાર્થીઓને વર્ષ 2023માં રાશન માટે હેરાન નહીં થવુ પડે. સરકારે ફ્રી રાશનવાળી સુવિધા આખું વર્ષ 2023માં આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્કીમ અંતર્ગત જ લોકોને મફત અનાજ મળશે.
કોને મળશે દરમહિને મફત અનાજ?
સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર, NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રી અનાજનો લાભ મળશે. સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીને 5 કિલો મફત અનાજ મળશે. તો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારને 35 કિલો પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે.
પહેલા મળતી હતી સબસિડી-
ડિસેમ્બર 2022 સુધી NFSAના લાભાર્થીઓને ઘઉં, ચોખા માટે માત્ર 1 રૂપિયે અને 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામના હિસાબથી ખર્ચ કરવો પડશે. આ લોકોને અનાજ પર સબસિડીનો ફાયદો મળી રહ્યો હતો, પરંતુ હવે આ વર્ષે આ લોકોને મફત અનાજ આપવામાં આવશે.
સરકાર પર પડશે 2 લાખ કરોડનો બોજ-
સરકારે ગરીબોના સુવિધાને ધ્યાનમાં રાખીને આ ખાસ સ્કીમની શરૂઆત કરી છે. ખાદ્ય સબસિડીના રૂપમાં સરકાર આ વર્ષ એટલે કે 2023થી અંદાજે 2 લાખ કરોડથી પણ વધુ રૂપિયાનો ખર્ચ કરશે. જેનાથી દેશના ગરીબો અને અન્ય વર્ગોને ખાવા માટે ફાંફા નહીં પડે.