ભારત છઠ્ઠીવાર UNHRC નો સભ્ય બન્યું, ભારે બહુમતથી મળેલી જીત બદલ આ રીતે માન્યો આભાર
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 2022-24ના કાર્યકાળ માટે ભારતની ફરીથી પસંદગી થઈ છે.
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 2022-24ના કાર્યકાળ માટે ભારતની ફરીથી પસંદગી થઈ છે. ગુરુવારે ભારતે 'સન્માન, સંવાદ અને સહયોગ'ના માધ્યમથી માનવાધિકારોના પ્રચાર અને સંરક્ષણ માટે કામ ચાલુ રાખવાનો સંકલ્પ લીધો.
છઠ્ઠીવાર UNHRC નો સભ્ય બન્યું ભારત
UN માં ભારતના સ્થાયી મિશને આભાર વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યું કે ભારત છઠ્ઠીવાર ભારે બહુમતથી UNHRC માટે ફરીથી ચૂંટાઈ આવ્યું છે. ભારતમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રના સભ્યોનો હાર્દિક આભાર. અમે સન્માન, સંવાદ અને સહયોગના માધ્યમથી માનવાધિકારો માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube