કાશ્મીર પર ટ્રંપના નિવેદન પર ભારતનો જવાબ, અહીંયા ત્રીજા પક્ષને લઇને કોઇ સ્થાન નથી
કાશ્મીરના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મધ્યસ્થતાની ઓફરને ભારતે નકારી કાઢી છે. સ્વિત્ઝરલેન્ડના શહેર દાવોસમાં વિશ્વ આર્થિક મંચ (WEF)થી ઇતર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રંપે કાશ્મીર પર મદદની વાત મુદ્દે ભારતે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. અહીં ત્રીજા પક્ષની મધ્યસ્થતાને કોઇ સ્થાન નથી.
નવી દિલ્હી: કાશ્મીરના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મધ્યસ્થતાની ઓફરને ભારતે નકારી કાઢી છે. સ્વિત્ઝરલેન્ડના શહેર દાવોસમાં વિશ્વ આર્થિક મંચ (WEF)થી ઇતર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રંપે કાશ્મીર પર મદદની વાત મુદ્દે ભારતે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. અહીં ત્રીજા પક્ષની મધ્યસ્થતાને કોઇ સ્થાન નથી.
કાશ્મીર પર પાકિસ્તાનની નિવેદનબાજી પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકની ટિપ્પણીઓમાં કોઇ નવી વાત નથી. તે આમ તો ઘણા મહિનાઓથી બોલી રહ્યા છે. તેમના નિવેદન વિરોધાભાસી અને તથ્યોથી પરે છે. તેમના બેવડા માપદંડ અને હતાશાને દર્શાવે છે. પાકિસ્તાન એક તરફ તો પીડિત કાર્ડ રમે છે અને બીજી તરફ આતંકવાદીઓને આશરો આપે છે. જો તે ગંભીર છે તો આતંકવાદીઓ વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કેમ નથી કરતા? તેમને આ પ્રકારની નિવેદનબાજીથી બાજ આવતું નથી. પોતાના દેશના પડકારોનો કેવી રીતે સામનો કરવો, તેના પર ધ્યાન આપવું જોઇએ.
ચીનમાં કોરોન વાયરસ ફેલાવવાના મુદ્દે વિદેશ મંત્રાલયે કહ્યું કે જે લોકો ચીનથી આવી રહ્યા છે તેમને સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. બાકી જે લોકો ત્યાં રહે છે, તેમને તેનાથી કેવી રીતે બચીને રહેવું, તેના માટે પ્રયત્ન કરશે. જે લોકો ચીનથી આવી રહ્યા છે તેમને સ્ક્રીનિંગ પ્રોસેસમાંથી પસાર થવું પડશે. ભલે તે ભારતીય વિદ્યાર્થી હોય કે બીજું કોઇ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube