નવી દિલ્હી : રશિયાની સાથે મળીને 2 લાખ કરોડ રૂપિયાનાં ખર્ચે ફાઇટર જેટ તૈયાર કરવાના પ્રોજેક્ટ થી ભારતની બહાર નિકળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ભારતે રશિયાની સાથે 5મી જનરેશનના ફાઇટર જેટ્સ તૈયાર કરવાનાં પ્રોજેક્ટના મુદ્દે કહ્યું કે, તેના ખર્ચે સતત વધતી જઇ રહી છે. સુત્રોએ કહ્યું કે, ભારતે વધારે ખર્ચનાં કારણથી જ રશિયાએ તેના પર આગળ નહી વધવાની વાત કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે સુત્રોએ જણાવ્યું કે, બંન્ને દેશોની વચ્ચે આ ખુબ જ મહત્વકાંક્ષી યોજનાઓ પર વાતચીત હજી સુધી સ્થગીત કરવામાં આવી નથી, કારણ કે ભારત બંન્ને દેશો વચ્ચે યોગ્ય ખર્ચ સમાન ભાગે વહેંચણી કરવા માટેની કોઇ ફોર્મ્યુલા શોધવા અંગે લડાયક વિમાનનાં સહ વિકાસ અંગે ફરીથી વિચાર કરવા માટે તૈયાર છે. 

સુત્રો અનુસાર જો બંન્ને દેશોની વચ્ચે  આ પ્રોજેક્ટની કોસ્ટને શેર કરવા મુદ્દે કોઇ ફોર્મ્યુલા નિશ્ચિત થાય છે તો ફરી આઘળ વધવામાં આવી શકે છે. બંન્ને દેશોની વચ્ચે સૈન્ય સંબંધની નવી ઉંચાઇઓ સુધી લઇ જઇ શકાય છે. બંન્ને દેશોની વચ્ચે સૈન્ય સંબંધોને નવી ઉંચાઇએ લઇ જવાના ઇરાદે ભારત અને રશિયાની વચ્ચે 2007માં સંયુક્ત રીતે ફાઇટર જેટ્સ તૈયાર કરવા મુદ્દે કરાર થયો હતો. 

જો કે આ પ્રોજેક્ટ ગત્ત 11  વર્ષોથી બંન્ને દેશોની વચ્ચે ઘણા મુદ્દાઓ પર અસંમતીઓનાં કારણે અટકેલો છે. અત્યાર સુધી બંન્ને દેશોની વચ્ચે આ પ્રોજેક્ટનાં ખર્ચ, એરક્રાાફ્ટ તૈયાર કરવામાં  ઉપયોગ થનારી ટેક્નોલોજી અને તૈયાર થનારા એરક્રાફ્ટની સંખ્યા મુદ્દે સંમતી નથી સાધી શકાઇ. સુત્રોએ કહ્યું કે આ પ્રોજેક્ટ પર 30 અબજ ડોલર એટલે કે આશરે  લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની આશંકા છે. 

રશિયાની સાથે આ પ્રોજેક્ટ મુદ્દે ચર્ચામાં રહેલા એક ટોપના સુત્રએ માહિતી આફી કે અમે પ્રોજેક્ટનો ખર્ચ મુદ્દે તમામ મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય મુક્યું છે. રશિયા પક્ષની તરફથી અત્યાર સુધી કોઇ સમાધાન આપી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે ભારતે ફાઇટર જેટ્સની શરૂઆતી ડિઝાઇન માટે 295 મિલિયન અમેરિકન ડોલરની રકમ આપવા અંગે સંમતી વ્યક્ત કરી હતી.