નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) બેકાબૂ બની ગયો છે. દરરોજ સામે આવનાર નવા કેસની સંખ્યા વધી રહી છે. ગુરૂવારેને કોરોના વાયરસ સંક્રમણના તમામ રેકોર્ડ 386,888 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણા કુલ કેસની સંખ્યા વધીને 1,87,54,984 થઇ ગઇ છે. ગત થોડા દિવસોથી સ્થિતિ ચિંતાજનક બનેલી છે. સરકાર કોરોના સામે મુકાબલો કરવા માટે વેક્સીનેશન પર ભાર મુકી રહી છે. પરંતુ રસીની અછતથી આ શકય બની શક્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 Lakh થી વધુ લોકો સારવાર હેઠળ
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટના અનુસાર દેશમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઇ છે. મોતના આંકડાની વાત કરીએ તો ગુરૂવારે 3501 લોકોના જીવ કોરોનાને લીધે ગયો છે. આ સાથે જ ઘાતક બિમારીના મૃતકોની સંખ્યા 2,08,313 પહોંચી ગઇ છે. જોકે બુધવારે આંકડા સાથે તુલના કરીએ તો ગુરૂવારે થોડી જોવા મળી હતી. બુધવારે 24 કલાક દરમિયાન 3647 લોકોના મોત થયા હતા અને ગુરૂવારે આ આંકડો ઘટીને 3501 પર પહોંચી ગયો. 

Maharashtra માં Corona ની ત્રીજી લહેરનો ખતરો, રાજ્ય સરકારો કરવા લાગી તૈયારીઓ, જોઇશે નવા Oxygen Plants


Infection થી મોતનો આંકડો ઘટ્યો
દેશમાં સારવાર લઇને રહેલા દર્દીઓની સંખ્યા 31,64,825 થઇ ગઇ છે જે સંક્રમણના કુલ કેસના 16.79 ટકા છે. જ્યારે કોવિડ 19 થી સ્વસ્થ્ય થનાર રાષ્ટ્રી દર ઘટીને 82.10 ટકા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ સંક્રમણથી થનાર મોતનો દર ઘટીને 1.11 ટકા થઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના દર્દીઓની સંખ્યા ગત વર્ષે ઓગસ્ટના 20 લાખ પાર કરી ગઇ હતી અને ત્યારબાદ આ આંકડો સતત વધી રહ્યો છે. 

કોરોનાની બેકાબૂ ગતિ પર PM Modi આજે કરશે મહામંથન, આ મુદ્દાઓ પર લઇ શકે નિર્ણય


Maharashtra માં સૌથી સ્થિતિ ખરાબ
દેશમાં નોધાઇ રહેલા નવા કેસમાં સૌથી વધુ કેસ 771 મોત મહારાષ્ટ્રમાં થયા, ત્યારબાદ દિલ્હીમાં 395, છત્તીસગઢમાં 251, ઉત્તર પ્રદેશમા6 295, કર્ણાટકમાં 270, ગુજરાતમાં 180, ઝારખંડમાં 145, પંજાબમાં 137, રાજસ્થાનમાં 158, ઉત્તરાખંડમાં 85 અને મધ્ય પ્રદેશમાં 95 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 2,08,313 મોતમાંથી 67,985 મહારાષ્ટ્રમાં, 15772 દિલ્હીમાં, 15,306 કર્ણાટકમાં, 13,933 તમિલનાડુમાં, 12,238 ઉત્તર પ્રદેશમાં, 11,248 પશ્વિમ બંગાળમાં, 8909 પંજાબમાં અને 83,12 લોકોના છત્તીસગઢમાં મોત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube