પયગંબર પર ટિપ્પણી: ભારતે ઈસ્લામિક દેશોના સંગઠન `OIC` ને આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું?
પયગંબર મોહમ્મદ પર કરાયેલી વિવાદિત ટિપ્પણીનો મામલો OIC સુધી પણ પહોંચ્યો. 57 ઈસ્લામિક સભ્યોના સંગઠને આ મુદ્દે ભારતને ઘેરતું નિવેદન આપ્યું. જો કે ભારતે પણ પછી તો વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા ઈસ્લામિક સહયોગ સંગઠનની ટિપ્પણીની આકરી ટીકા કરી અને તેને `અયોગ્ય અને સંકીર્ણ સોચ` ગણાવી.
નવી દિલ્હી: પયગંબર મોહમ્મદ પર કરાયેલી વિવાદિત ટિપ્પણીનો મામલો OIC સુધી પણ પહોંચ્યો. 57 ઈસ્લામિક સભ્યોના સંગઠને આ મુદ્દે ભારતને ઘેરતું નિવેદન આપ્યું. જો કે ભારતે પણ પછી તો વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા ઈસ્લામિક સહયોગ સંગઠનની ટિપ્પણીની આકરી ટીકા કરી અને તેને 'અયોગ્ય અને સંકીર્ણ સોચ' ગણાવી. દેશના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરવા બદલ ભારતે OICને બરાબર જવાબ આપ્યો. કહ્યું કે ભારત તેને સંપૂર્ણ રીતે ફગાવે છે. ભારતે ઓઆઈસીની આ ટિપ્પણીને પ્રેરિત, ભ્રામક અને શરારતપૂર્ણ ગણાવી.
શું કહ્યું વિદેશ મંત્રાલયે?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ એક નિવેદનમાં કહ્યું કે "અમે ઈસ્લામિક સહયોગ સંગઠન (IOC) ના મહાસચિવ તરફથી ભારત વિશે કરાયેલા નિવેદનને જોયું છે. ભારત સરકાર ઓઆઈસી સચિવાલયની અયોગ્ય અને સંકીર્ણ સોચવાળી ટિપ્પણીઓને સ્પષ્ટ રીતે ફગાવે છે." નિવેદન મુજબ "ભારત સરકાર તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે. એક ધાર્મિક વ્યક્તિત્વને બદનામ કરનારી આપત્તિજનક ટ્વીટ અને ટિપ્પણીઓ કેટલીક વ્યક્તિઓ દ્વારા કરાઈ હતી. તેઓ કોઈ પણ પ્રકારે, ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી. સંબધિત સંસ્થાઓ તરફથી આ વ્યક્તિઓ વિરુદ્ધ અગાઉ કડક કાર્યવાહી થઈ ચૂકી છે."
Uttarkashi Bus Accident: ખીણમાં પડતા જ બસના ફૂરચા ઉડી ગયા, અંધારામાં ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન, 26 લોકોના મોત
કોરોના અને મંકીપોક્સ બાદ હવે આ વાયરસનું તોળાઈ રહ્યું છે જોખમ, તેના લક્ષણો ખાસ જાણો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube