નવી દિલ્હીઃ ફાધર સ્ટેન સ્વામીના મામલાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધતી આલોચનાઓને ભારતે મંગળવારે નકારી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યુ કે, સંબંધિત અધિકારી કાયદાના ઉલ્લંઘન વિરુદ્ધ પગલા ભરે છે અને કાયદાકીય અધિકારીને રોકતા નથી. તે વિચારાધીન કેદી હતા જેમનું સોમાવારે નિધન થયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત પોતાના બધા નાગરિકોના માનવાધિકારોના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ છે. દેશની લોકતાંત્રિક નીતિ સ્વતંત્ર ન્યાયપાલિકા તથા રાષ્ટ્રીય તથા ઘણા જિલ્લા સ્તરીય માનવાધિકાર આયોગોના રૂપમાં અનુરૂપ છે. 


એલ્ગાર પરિષદના મામલામાં પાછલા વર્ષે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ ધરપકડ કરાયેલા સ્ટેન સ્વામીનું સોમવારે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયુ હતું. 


આ પણ વાંચોઃ કેબિનેટ વિસ્તાર પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, બનાવ્યું નવું મંત્રાલય 


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ- ભારતમાં અધિકારી કાયદાના ઉલ્લંઘન વિરુદ્ધ પગલા ભરે છે ન કે કોઈ કાયદાકીય અધિકારીની વિરુદ્ધ. આ પ્રકારની તમામ કાર્યવાહી કાયદાને અનુસાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે, સ્વામીના સ્વાસ્થ્ય અને સારવાર પર અદાલતોની નજર હતી અને સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે પાંચ જુલાઈએ તેમનું નિધન થયું. 


આ પહેલા માનવાધિકારો પર સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાએ કહ્યુ કે, 84 વર્ષીય કાર્યકર્તાના મોતના સમાચાર ખુબ દુખી તથા નિરાશ છે, જેમની વિરુદ્ધ કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી. 


ઉલ્લેખનીય છે કે સ્વામીની NIA એ એલ્ગાર પરિષદના મામલાના સિલસિલામાં ઓક્ટોબર 2020માં ગેરકાયદેસર ગતિવિધિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ રાંચીથી ધરપકડ કરી હતી. તેમને નવી મુંબઈ સ્થિત તલોજા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube