ચીનને ભારતનો આકરો જવાબ, આંતરિક મુદ્દે દખલ ન આપે CPEC અંગે અરિસો દેખાડ્યો
સંયુક્ત રાષ્ટ્રમાં ચીન દ્વારા કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરતા ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો છે
ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ચીન (China) દ્વારા કાશ્મીર મુદ્દે (Kashmir Issue) નોઉલ્લેખ કરવા અંગે ભારત (India) એ કડક વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતે ચીન સહિત વિશ્વનાં તમામ દેશોને સ્પષ્ટ કહ્યું છે કે અનુચ્છેદ 370 હટાવવા સંપુર્ણ રીતે ભારતનો આંતરિક મુદ્દો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીએ યુએનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિવાદને યુએનનાં ચાર્ટર, સુરક્ષા પરિષદનાં પ્રસ્તાવો અને દ્વિપક્ષીય રીતે શાંતિની સાથે ઉકેલ લાવવો જોઇએ. ભારતે ચીનને આંતરિક મુદ્દે દખલ નહી દેવાની સલાહ આપતા ચીન- પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પર અરીસો દેખાડ્યો હતો.
તુર્કીએ કર્યું પાક.નું સમર્થન: ભારતે કુટનીતિક રીતે કાઢ્યો એવો રસ્તો કે હવે પસ્તાશે
ભારતે કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તમામ દેશોને ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડીતતાનું સન્માન કરવું જોઇએ. વિદેશમંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમે આશા વ્યક્ત કરીએ છી કે તમામ દેશ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરશે અને પાકિસ્તાન કબ્જાવાળા કાશ્મીરમાં બિનકાયદેસર રીતે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર દ્વારા યથાસ્થિતીને પરિવર્તિત કરવાનાં પ્રયાસોથી બચશે. તેમણે કહ્યું કે, ચીન ભારતનાં આ વલણથી સંપુર્ણ પ્રકારે પરિચિત છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે તથા હાલના ઘટનાક્રમ સંપુર્ણ પ્રકારે અમારો અંદરુની મુદ્દો છે.
સમગ્ર વિશ્વમાં ભારતના માન-સન્માનમાં થયો છે વધારોઃ પીએમ મોદી
J-K: રામબન ઓપરેશનમાં સૈન્ય દળોને મોટી સફળતા, ત્રણ આતંકવાદી ઠાર, બંધકો પણ સુરક્ષીત
આ પહેલીવાર નથી જ્યારે ચીને જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાનાં મુદ્દો ઉઠાવ્યો હોય પરંતુ દરેક વખત ભારતે તેને આકરો જવાબ આપતા કહ્યું કે, આ અમારો આંતરિક મુદ્દો છે. ચીને રાષ્ટ્રપતિ શી જિનપિંગને ઓક્ટોબર મહિનાનાં બીજા સપ્તામાં ભારત આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ગત્ત મહિને જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો ખતમ કરી દીધો અને રાજ્યોને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર તથા લદ્દાથમાં વિભાજીત કરી દીધું. પાકિસ્તાને જમ્મુ કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઇએ તેનો સાથ નથી આપ્યો.