Corona Update: તહેવારોમાં બેદરકારી ભારે પડી! દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, સાચવો નહીં તો....
તહેવારોની સીઝનમાં લોકોની બેદરકારી હવે પરિણામ દેખાડી રહી છે. કોરોનાના કેસમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 14.2 ટકા વધુ છે.
નવી દિલ્હી: તહેવારોની સીઝનમાં લોકોની બેદરકારી હવે પરિણામ દેખાડી રહી છે. કોરોનાના કેસમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 14.2 ટકા વધુ છે.
નવા 13 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13,091 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 1,38,556 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. આજે નોંધાયેલા નવા કેસની સંખ્યા ગઈ કાલની સરખામણીમાં 14.2 ટકા વધુ છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 98.25 ટકા છે. જે માર્ચ 2020ની સરખામણીમાં સૌથી વધુ છે. 24 કલાકમાં કોરોનાથી 13,878 દર્દીઓ સાજા પણ થયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube