નવી દિલ્હી: ઓમિક્રોન (Omicron) ના ખૌફ વચ્ચે દેશમાં કોરોનાના નવા કેસમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે જે ચિંતાની વાત છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 13,154 નવા કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસનો આંકડો 961 પર પહોંચ્યો છે. દેશમાં ગઈ કાલની સરખામણીએ નવા કેસમાં 43 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગઈ કાલે 9 હજાર જેટલા કેસ નોંધાયા હતા. 


કોરોનાના કેસમાં મોટો વધારો
સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13,154 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સંક્રમણથી 24 કલાકમાં 268 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 4,80,860 દર્દીઓ કોરોનાથી જીવ ગુમાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે હવે ઓમિક્રોનને લઈને ચિંતા વધી ગઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube