નવી દિલ્હી: ભારતમાં હવે કોરોના વાયરસની બીજી લહેર ધીરે ધીરે કંટ્રોલમાં આવવા લાગી છે અને સંક્રમણના નવા કેસની સાથે મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1.32 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 2713 લોકોના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ ગુરુવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના 1.34 લાખ કેસ નોંધાયા હતા અને 2887 લોકોના મોત થયા હતા. 


24 કલાકમાં 1.32 લાખથી વધુ નવા કેસ
કેન્દ્રી આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,32,364 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,85,74,350 થઈ ગઈ છે. જેમાંથી 16,35,993 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,07,071 દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થનારાઓની સંખ્યા 2,65,97,655 થઈ છે. કોરોનાથી થતા મોતના આંકડામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. એક દિવસમાં 2713 દર્દીઓએ  કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુઆંક 3,40,702 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 22,41,09,448 રસીના ડોઝ અપાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube