નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે ઘટવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસ થોડા વધ્યા છે પરંતુ મોતનો આંકડો ઘટ્યો છે. એક દિવસમાં કોરોનાના નવા 1.34 લાખ નવા કેસ આવ્યા છે. જ્યારે 2887 લોકોના મોત થયા છે. આ અગાઉ બુધવારે કોરોનાના નવા 1.32 લાખ કેસ નોંધાયા હતા અને 3207 લોકોના મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકમાં 1.34 લાખ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,34,154 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા  2,84,41,986 થઈ છે. હાલ 17,13,413 દર્દીઓ સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે હવે કોરોનાથી રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધે છે અને મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,11,499 દર્દીઓ રિકવર થયા. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,63,90,584 થઈ છે. એક દિવસમાં કોરોનાથી 2887 લોકોના મોત થયા. અત્યાર સુધીમાં 3,37,989 લોકોએ કોરોનાથી પોતાના જીવ ગુમાવ્યા. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 22,10,43,693 રસીના ડોઝ અપાયા. 


Corona Vaccine: પટણા AIIMS માં 3 બાળકોને અપાયો કોવેક્સીનનો પહેલો ડોઝ, જાણો કેવી છે તબિયત


દવાના પત્તા પર કેમ હોય છે લાલ લીટી અને બીજા નિશાન? કોરોનાકાળમાં ખાસ જાણો નહીં તો પસ્તાશો


એક દિવસમાં 21 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી 21,59,873 કોરોના ટેસ્ટ થયા હતા. આ સાથે અત્યાર સુધીમાં થયેલા કુલ કોરોના ટેસ્ટની સંખ્યા 35,37,82,648 થઈ ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube