નવી દિલ્હીઃ Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) મહામારીના મામલામાં કાલની તુલનામાં આજે મોટો ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 કેસ સામે આવ્યા છે અને 1072 લોકોના મૃત્યુ થયા છે. ગુરૂવારની તુલનામાં શુક્રવારે નવા કેસમાં 13 ટકાનો ઘટાડો થયો છે. ગુરૂવારે એક લાખ 72 હજાર 433 કેસ સામે આવ્યા હતા. દેશમાં પોઝિટિવિટી રેટ હવે 9.27 ટકા છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ટિવ કેસ ઘટીને 14 લાખ 35 હજાર 569 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14 લાખ 35 હજાર 569 થઈ ગઈ છે. તો મહામારીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 5 લાખ 55 થઈ ગઈ છે. આંકડા પ્મરાણે કાલે બે લાખ 46 હજાર 674 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 4 કરોડ 17 હજાર 88 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. 


પંજાબ ચૂંટણી પહેલા મુશ્કેલમાં CM ચરણજીત ચન્ની, ભત્રીજાની ED એ કરી ધરપકડ


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે ભારતમાં કાલે કોરોના વાયરસ માટે 16 લાખ 11 હજાર 666 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, આમ દેશમાં અત્યાર સુધી કુલ 73 કરોડ 58 લાખ 4 હજાર 280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.


અત્યાર સુધી 168 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વિરોધી રસીના 168 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 55 લાખ 58 હજાર 760 ડોઝ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધી દેશમાં 168 કરોડ 47 લાખ 16 હજાર 68 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube