Coronavirus Cases Today: કોરોનાથી મળી રાહત, છેલ્લા 24 કલાકમાં 1.61 લાખ કેસ, 1733ના મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 લાખ 61 હજાર 386 નવા કેસ સામે આવ્યા છે. કાલની તુલનામાં આજે કેસમાં 3.4 ટકાનો ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં કાલના મુકાબલે આજે ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 લાખ 61 હજાર 386 નવા કેસ સામે આવ્યા છે અને 1733 લોકોના મૃત્યુ થયા છે. કાલની તુલનામાં આજે 3.4 ટકા કેસ ઓછા થયા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 10 ટકાની નીચે આવી ગયો છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે.
એક્ટિવ કેસ ઘટીને 16 લાખ 21 હજાર 603
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 16 લાખ 21 હજાર 603 થઈ ગઈ છે. તો આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને 4 લાખ 97 હજાર 975 થઈ ગઈ છે. આંકડા પ્રમાણે કાલે બે લાખ 81 હજાર 109 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધી 3 કરોડ 95 લાખ 11 હજાર 307 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે.
દેશમાં નવુ બંધારણ લખવાની જરૂર, તેલંગણાના મુખ્યમંત્રી કેસી રાવનું વિવાદિત નિવેદન
ઓમિક્રોનના 10 સપ્તાહમાં 9 કરોડથી વધુ કેસ સામે આવ્યા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, 10 સપ્તાહ પહેલાં કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ સામે આવ્યા બાદથી અત્યાર સુધી વાયરસના 9 કરોડથી વધુ કેસ સામે આવી ચુક્યા છે, જે 2020માં સામે આવેલા કુલ કેસથી વધુ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં કોવિડ-19 મહામારીની શરૂઆત થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube