Corona Update: દેશભરમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર!, નવા કેસમાં સતત ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ અપડેટ
ભારતમાં કોરોના (Corona Virus) ના નવા કેસમાં અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) ના નવા કેસમાં અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 1.65 લાખ નવા કેસ નોંધાયા છે જ્યારે 3400થી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.65 લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,65,553 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,78,94,800 થયો છે. જેમાંથી 21,14,508 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,76,309 લોકો કોરોનાથી રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા લોકોનો આંકડો 2,54,54,320 થયો છે. 24 કલાકમાં 3460 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 3,25,972 થયો છે.
Corona Vaccination Package આપવા પર તત્કાળ રોક લગાવો, કેન્દ્ર સરકારે રાજ્યોને કાર્યવાહીના આપ્યા નિર્દેશ
રસીને કોરોના સામેની જંગમાં સૌથી મહત્વનું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 21,20,66,614 રસીના ડોઝ અપાયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube