નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) ના કેસ બુલેટ ગતિથી વધી રહ્યા છે. વધતા કેસોના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો ચિંતાતૂર બની છે. કેન્દ્રએ એવા આઠ રાજ્યો કે જ્યાં કેસ સૌથી વધુ આવી રહ્યા છે તેમને તાબડતોબ આ અંગે જરૂરી પગલાં લેવા પણ કહ્યું છે. આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 હજારથી વધુ કેસ નોંધાયા છે. 


કોરોનાના નવા 16 હજારથી વધુ કેસ
આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16,764 કેસ નોંધાયા છે. જ્યારે 7,585 લોકો રિકવર પણ થયા છે. કોરોનાથી એક જ દિવસમાં 220 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં 91,361 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ 98.36% થયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube