નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસમાં આજે પાછો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1.94 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. મંગળવારની સરખામણીએ આજે 15.8 ટકા વધારો જોવા મળ્યો છે. મંગળવારે 1.68 લાખથી વધુ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 442 લોકોના કોરોનાથી મોત થયા છે. 


નવા 1.94 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,94,720 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 60,405 દર્દીઓ સાજા પણ થયા છે. હાલ દેશમાં 9,55,319 દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 442 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 4,84,655 થઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube