Corona Update: દેશમાં કોરોનાના 25 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 24 કલાકમાં આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 25,072 દર્દીઓ નોંધાયા છે.
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 389 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
નવા 25 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 25,072 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને 3,24,49,306 પર પહોંચી ગઈ છે. જેમાંથી હાલ 3,33,924 દર્દીઓ સારવાર હેઠળ છે.
એક દિવસમાં 389 લોકોના મોત
સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 389 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 4,34,756 પર પહોંચી ગયો છે. જો કે રિકવર થનારાની સંખ્યા વધી રહી છે. એક દિવસમાં 44,157 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી. અત્યાર સુધીમાં કુલ 3,16,80,626 દર્દીઓ કોરોનાને માત આપી રિકવર થયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube