નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની નવી લહેર ડરામણી બની રહી છે. રોજે રોજ દૈનિક કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે આજે દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2.59 લાખથી વધુ કેસ નોંધાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકમાં 2.59 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,59,170 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,53,21,089 થયો છે. જેમાંથી 1,31,08,582 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જ્યારે 20,31,977 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 1761 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,80,530 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 12,71,29,113 લોકોને રસી આપવામાં આવી છે. 


Coronavirus: રિપોર્ટમાં દાવો, જો એક મહિનાનું દેશવ્યાપી Lockdown લાગ્યું તો આ નુકસાન થશે


કોરોનાનો ખાતમો હવે નજીક!, બજારમાં આવી ગઈ એવી દવા...4 દિવસમાં વાયરસને પછાડવાનો દાવો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube