Corona Cases: કોરોનાથી મળી મોટી રાહત, દેશમાં 147 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 19 લાખ 98 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 27 હજાર 862 લોકોના મૃત્યુ થયા છે.
નવી દિલ્હીઃ Coronavirus Cases Today: કોરોના સંકટની બીજી લહેરની અસર ઓછી થઈ રહી છે. ઓગસ્ટમાં પ્રથમવાર 30 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 28,204 નવા કેસ સામે આવ્યા અને 373 લોકોના મોત થયા છે. આ પહેલા 26 જુલાઈએ 30 હજારથી ઓછા (29,689) કોરોના કેસ સામે આવ્યા હતા. તો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 41,511 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે એટલે કે એક્ટિવ કેસમાં કુલ 13680નો ઘટાડો થયો છે.
કોરોના સંક્રમણના કુલ કેસ
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 19 લાખ 98 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 27 હજાર 862 લોકોના મૃત્યુ થયા છે. સારી વાત છે કે અત્યાર સુધી 3 કરોડ 11 લાખ 80 હજાર લોકો સાજાપણ થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હવે ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 88 હજાર લોકો હજુ કોરોનાથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં CRPF ટીમ પર આતંકી હુમલો, એક જવાન ઈજાગ્રસ્ત
કોરોનાના કુલ કેસ - ત્રણ કરોડ 19 લાખ 98 હજાર 158
કુલ વિસર્જન - ત્રણ કરોડ 11 લાખ 80 હજાર 968
કુલ સક્રિય કેસ - ત્રણ લાખ 88 હજાર 508
કુલ મૃત્યુ- ચાર લાખ 28 હજાર 682
કુલ રસીકરણ - 51 કરોડ 45 લાખ ડોઝ આપવામાં આવ્યા
કેરલમાં સૌથી વધુ કેસ સામે આવ્યા
કેરલમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 13049 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધી 35 લાખ 65 હજાર 574 થઈ ગી છે. રાજ્ય તરફથી કહેવામાં આવ્યું છે કે મહામારીમાં વધુ 105 લોકોના મોત થયા છે. ત્યારબાદ મૃત્યુઆંક વધીને 17852 પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 33,77,691 લોકો સાજા થઈ ચુક્યા છે અને 1,69,512 દર્દીઓ સારવાર હેઠળ છે. કેરલમાં સંક્રમણ દર 13.23 ટકા છે.
આ પણ વાંચોઃ PM મોદીએ સિંહ દિવસ પર ભાવુક થઈને વ્યક્ત કર્યો સિંહ પ્રત્યેનો પ્રેમ, CM હતા તે સમયનો પ્રસંગ પણ કર્યો યાદ
અત્યાર સુધી 51 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 9 ઓગસ્ટ સુધી દેશભરમાં 51 કરોડ 45 લાખ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. સોમવારે 54.91 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. તો આઈસીએમઆર અનુસાર અત્યાર સુધી 48 કરોડ 32 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સોમવારે 15.11 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.34 ટકા છે, જ્યારે રિકવરી રેટ 97.45 ટકા છે. એક્ટિવ કેસ 1.26 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલામાં વિશ્વમાં ભારતમાં આઠમાં સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં ભારત 10માં સ્થાને છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube