નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 2.82 લાખ નવા કોવિડ કેસ નોંધાયા છે. જે મંગળવારની સરખામણીએ 18 ટકા વધારે છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 441 લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,87,202 લોકો મહામારીના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં પણ આજે વધારો જોવા મળ્યો છે. 


નવા કેસમાં 18 ટકાનો વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 2,82,970 કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 44,889 હજાર કેસ વધુ છે. એક દિવસમાં 1,88,157 લોકો રિકવર પણ થયા છે. હાલ દેશમાં કોરોનાના 18,31,000 દર્દીઓ સારવાર હેઠળ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube