નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં લગભગ 12.5 ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો છે. આ સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ નવા 30 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 હજારથી વધુ નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 30,570 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 3,33,47,325 પર પહોંચી છે. એક દિવસમાં જો કે 38,303 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,25,60,474 થઈ છે. રિકવરી રેટની વાત કરીએ તો હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.64 ટકા થયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 1.93 ટકા છે અને ડેઈલી પોઝિટિવિટી રેટ 1.94 ટકા છે જે છેલ્લા 17 દિવસથી 3 ટકા નીચે જળવાઈ રહ્યો છે. 


ગઈ કાલે દેશમાં 27,176 કોરોના દર્દીઓ નોંધાયા હતા. જેને જોતા દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 12.5 ટકાનો વધારો નોંધાયો છે. કેરળની વાત કરીએ તો કેરળમાં કુલ નોંધાયેલા કેસમાંથી 17,681 કેસ નોંધાયા છે. જ્યારે 208 લોકોના કોરોનાથી એક દિવસમાં મૃત્યુ થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube