નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જે શનિવારની સરખામણીમાં ઓછા છે. શનિવારે 35 હજારથી વધુ કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 309 દર્દીઓના મોત થયા છે. રસીકરણની વાત કરીએ તો એક દિવસમાં 85 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 


છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30,773 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,34,48,163 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,32,158 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 38,945 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,26,71,167 થઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube