Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ અપડેટ
દક્ષિણ ભારતમાં કોરોનાના જે રીતે કેસ વધતા હતા તેને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્હી: દક્ષિણ ભારતમાં કોરોનાના જે રીતે કેસ વધતા હતા તેને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 31 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. ગઈ કાલે નવા 43 હજાર જેટલા કેસ નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં આટલા નોંધાયા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 30,941 કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાના 42,909 દર્દીઓ નોંધાયા હતા. જે જોતા નવા કેસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 36,275 દર્દીઓ રિકવર પણ થયા છે.
Corona ની ચુંગલમાંથી ક્યારે મળશે છૂટકારો? નવો વેરિઅન્ટ C.1.2 અત્યંત જોખમી, રસી કવચને પણ ભેદી શકે છે
એક દિવસમાં 350 દર્દીઓના કોરોનાથી મૃત્યુ
સરકારી આંકડા મુજબ દેશભરમાં કોરોનાથી 350 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,38,560 પર પહોંચ્યો છે. હાલ દેશમાં 3,70,640 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 64,05,28,644 ડોઝ આપવામાં આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube