નવી દિલ્હીઃ Coronavirus Today: દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજાર 948 નવા કેસ સામે આવ્યા છે, તો 403 લોકોના મૃત્યુ થયા છે. આવો જાણીએ દેશમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ શું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

38 હજાર 487 લોકો થયા સાજા
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 38 હજાર 487 લોકો સાજા થયા છે. ત્યારબાદ સાજા થનારાની સંખ્યા વધીને ત્રણ કરોડ 16 લાખ 36 હજાર 469 થઈ ગયા છે. તો એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3 લાખ 53 હજાર 398 રહી ગઈ છે. 


અફઘાનિસ્તાનથી 87 ભારતીયોની સ્વદેશ વાપસી, એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા  


રસીના 58 કરોડ 14 લાખ 89 હજાર 377 ડોઝ આપવામાં આવ્યા
તો દેશમાં પાછલા દિવસે કોરોના વેક્સિનના 52 લાખ 23 હજાર 612 ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારબાદ રસીકરણનો કુલ આંકડો 58 કરોડ 14 લાખ 89 હજાર 377 પર પહોંચી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે ભારતમાં 21 ઓગસ્ટ 2021 સુધી 50 કરોડ 62 લાખ 239 કોરોના ટેસ્ટ થયા છે, જેમાંથી 15 લાખ 85 હજાર 681 ટેસ્ટ શનિવારે થયા હતા. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube