Corona Update: કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઉછાળો, જાણો લેટેસ્ટ અપડેટ
કોરોનાના કેસમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલ કરતા કોરોનાના કેસમાં 18.4 ટકાનો વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 31 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 282 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોનાના કેસમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલ કરતા કોરોનાના કેસમાં 18.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 98.22 ટકા છે.
નવા 31 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 31,923 દર્દીઓ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 26,964 નવા કેસ નોંધાયા હતા. હાલ દેશમાં કોરોનાના 3,01,604 દર્દીઓ સારવાર હેઠળ છે. આ આંકડો છેલ્લા 187 દિવસમાં સૌથી ઓછો આંકડો છે. એક દિવસમાં કોરોનાથી 31,990 દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 3,28,15,731 પર પહોંચી ગયો છે.
એક દિવસમાં 282 દર્દીઓના મોત
કોરોનાથી દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 282 દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 282 થઈ ગયો છે. હાલ દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 83,39,90,049 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 71,38,205 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube