નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના કેસ હવે ઘટી રહ્યા હોય તેવું આંકડા પરથી જણાય છે. નવા કેસમાં ઘટાડાની સાથે સાથે રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ સુધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3.29 લાખથી વધુ કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં તેના કરતા વધુ એટલે કે 3.56 લાખથી વધુ દર્દીઓ રિકવર થઈને ઘરે પાછા ફર્યા છે. કોરોનાએ એક દિવસમાં 3876 દર્દીઓનો ભોગ લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,29,942 દર્દીઓ નોંધાયા છે આ સાથે જ કુલ કેસની સંખ્યા  2,29,92,517 પર પહોંચી છે. હાલ દેશમાં કોરોનાના 37,15,221 એક્ટિવ કેસ છે. એક દિવસમાં કોરોનાથી 3876 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુનો આંકડો 2,49,992 પર પહોંચી ગયો છે. જોકે આ બધા વચ્ચે સારા સમાચાર એ છે કે કોરોનાના નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધેલી જોવા મળી છે. કોરોનાના એક દિવસમાં 3,29,942 કેસ નોંધાયા જેની સામે એક દિવસમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા 3,56,082 છે. આ સાથે અત્યાર સુધીમાં 1,90,27,304 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 17,27,10,066 લોકોનું રસીકરણ કરાયું છે. 


બાળકોને પણ મળશે રસીનું કવચ, US FDA એ Pfizer-BioNTech ની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી


ગુજરાતમાં પણ ઘટી રહ્યો છે પ્રકોપ!
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયા બાદ હવે ધીરે ધીરે કાબુમાં આવી રહી છે. ગુજરાતમાં હવે કોરોનાના કુલ કેસ કરતા રિકવર થઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સોમવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના 11592 નવા દર્દીઓ નોંધાયા. જેની સામે 14931 દર્દીઓ રિકવર થયા. એક દિવસમાં 117 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો. 


Mucormycosis: કોરોનાના દર્દીઓમાં Black Fungus ના કેસ વધી રહ્યા છે, બચાવ માટે ICMR એ બહાર પાડી એડવાઈઝરી


મહારાષ્ટ્રથી પણ રાહતના સમાચાર
હારાષ્ટ્રમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સોમવારે મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં એક દિવસમાં 37 હજાર 236 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં ઘણા દિવસ સુધી સતત 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં હતા. આ સાથે રાજ્યની રાજધાની મુંબઈથી પણ કોરોના મામલે સારા સમાચાર આવ્યા છે. મુંબઈમાં બે હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. મોતના આંકડામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકમાં 549 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube